Face Of Nation: ભારતીય બેંકના 9 હજાર કરોડના રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલાના આરોપી વિજય માલ્યાએ ક્રિકેટર ક્રિસ ગેલની સાથેનો ફોટો શેર કર્યો છે. જે બાદ માલ્યા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. ગેલે શનિવારે તસવીર શેર કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટમાં માલ્યાને ચોર ગણાવ્યો. માલ્યાએ જવાબમાં લખ્યું, “હું પૈસા પરત આપવાની વાત કરી ચુક્યો છું. ભારતીય બેંકોને કહો તેઓ પોતાના પૈસા પરત લઈ લે.”
વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલે ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે બિગ બોસની સાથે મળવાનો એક સારો અનુભવ રહ્યો. માલ્યાની આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ છે. ક્રિસ ગેલ આ ટીમનો જ સભ્ય છે.એક યુઝરે લખ્યું, ‘માલ્યા ઘણો મોટો દેશભક્ત છે. તે માત્ર ભારતીયો પાસેથી જ ચોરી કરે છે.’ માલ્યાએ જવાબ આપતાં લખ્યું કે, ‘પ્લીઝ, મને ચોર કહેતા પહેલાં પોતાની પાસેની માહિતીને યોગ્યકરો. તે બધાં જ હારી ગયેલાં લોકો મને ચોર કહે છે, તમારી બેંકને પૂછો કે તેઓ 100 ટકા રકમ કેમ પરત નથી લઈ રહ્યાં, જેને હું એક વર્ષથી ઓફર કરી રહ્યો છું. આ બધાં પછી નિર્ણય કરો કે ચોર કોણ છે?’