Face Of Nation, 05-09-2021: પશ્વિમ બંગાળમાં 3 વિધાનસભા સીટો પર યોજાવવાની છે. તેના માટે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભવાનીપુર સીટ પર પોતે મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી લડશે. જંગીપુરથી જાકિર હુસૈન તો સમસેરગંજથી અમિરૂલ ઇસ્લામના નામ નક્કી કરવામાં આવ્યા છે. મતદાન 30 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
પશ્વિમ બંગાળમાં 3 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કાર્યક્રમ હેઠળ 13, સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ હશે અને તો બીજી તરફ ઉમેદવારો 16 સપ્ટેમ્બર પહેલાં પોતાનું નામ પરત લઇ શકે છે. ચૂંટણી કમિશન દ્વારા આ વખતે કોરોનાથી બચવા માટે સાવધાનીના ભાગરૂપે એકદમ કડક માપદંડ બનાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીને મુખ્યમંત્રી પદ પર બની રહેવા માટે વિધાનસભાની ચૂંટણી જીતવું જરૂરી છે. ચૂંટણી કમિશનના નિયમ અનુસાર કોઇપણ મુખ્યમંત્રીને 6 મહિનાની અંદર વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય હોવું અનિવાર્ય છે. તે દ્વષ્ટિએ મમતા માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)