https://youtu.be/LdDAMa6HC7s
Face Of Nation 24-06-2022 : અમદાવાદમાં અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. આજે સરસપુરમા ભગવાનનું મામેરૂ કરવામાં આવ્યું છે.આ મામેરાની તૈયારીઓ લગ્નની જેમ કરવામાં આવી હતી. ભગવાનના વાઘા અને દાગીનાની સજાવટ માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન માટે તૈયાર કરાયેલા વાઘા અને દાગીના પટેલ પરિવારની બે દીકરીઓ વૈદેહી અને ઋતા કરી હતી. તો બીજીતરફ આજે મામેરાના દર્શન હોવાથી સરસપુર મંદિરે મોટી સંખ્યામાં દર્શાનાથીઓ ઉમટ્યા હતા. સરસપુર વિસ્તારમાંથી દર્શને આવેલી મહિલાઓ અને પુરૂષોએ કરતાલ વગાડીને ભજન ગાયા હતાં.
ભગવાનની ફીલિંગ આવે તેવી રીતે તૈયારી કરી
પટેલ પરિવારની દીકરીઓ વૈદેહી અને ઋતા પટેલ દ્વારા ભગવાનના મોસાળાના વાઘા અને દાગીના માટેની થીમ જાતે જ ઘરે તૈયાર કરી છે. ઋતા પટેલે જણાવ્યું હતું કે ભગવાનના મોસાળાની તૈયારી અમે જેમ લગ્નમાં તૈયારી કરતા હોય તેવી રીતે કરી છે. પરિવારની મહિલાઓ સાથે મળીને આ મામેરાની તૈયારી કરી છે. દાગીનામાં ચંદનના હાર હોય છે તેમ અમે ચંદનના હાર કમળ અને જડતરના સ્ટોન વગેરે સાથે બનાવ્યા છે. ગોકુળ મથુરામાં ભગવાન છે તેવા ભગવાનની ફીલિંગ આવે તેવી રીતે તૈયારી કરવા છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યાં છીએ.
જરદોશી વર્કથી ભગવાનના વાઘા તૈયાર કર્યાં
વૈદેહી પટેલે જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરેલો હોવાથી તેમને આ બાબતમાં વધારે સારી જાણકારી હોવાથી તેમણે જાતે જ ઘરે કેવી રીતે અને ભગવાનને કેવા દાગીના આપવા તેની તૈયારી કરતા જણાવ્યું હતું કે ભગવાનના મોસાળાના વાઘા અને દાગીનાની થીમ અમે જાતે જ તૈયાર કરી છે. જેમાં ભગવાનને પ્રિય એવા મોર, કમળ અને ગાય પર આખી થીમ તૈયાર કરી છે. અત્યાર સુધી ભગવાનના જે સ્કાય બ્લુ અને અને ગુલાબી કલરના વાઘા નથી બન્યા એવા વાઘા બનાવવા માટે આપ્યા છે. ભગવાન વાઘા પર નીરખે એવા જરદોશી વર્ક સાથે સુંદર લાગે એવું અમે આ વર્ષે બનાવ્યું છે.
25મી જૂને સવારે ભગવાનની શોભાયાત્રા નીકળશે
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામનું સરસપુર ખાતે મામાના ઘરે મોસાળમાં મામેરાના દર્શન યોજાતાં હોય છે. આજે સરસપુર મંદિર ખાતે મામેરાના દર્શન યોજાયા છે. મૂળ સરસપુરના જ રહેવાસી અને હાલ આંબાવાડી ખાતે રહેતા રાજેશભાઈ પટેલ (HOF પરિવાર) દ્વારા મામેરું કરવામાં આવ્યું છે. આજે મામેરાના દર્શનમાં રાજેશ પટેલ અને તેમના ભાઈનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. 25મી જૂનના રોજ સવારે સરસપુર મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં બેન્ડવાજા, ઘોડા ગાડી બગી સાથે વાજતે ગાજતે ભગવાનનુ મોસાળુ ભવ્ય રીતે રાજેશભાઈ પટેલ પોતાના ઘરે લઈ જશે અને 25મી અને 26મી જૂન એમ બે દિવસ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી મોસાળાના દર્શન તેમના ઘરે રાખવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).