Home News મમતાએ મધ્યપ્રદેશ સાથે પેટની કરી તુલના : 125 કિલો વજનવાળા કાર્યકર્તાના વધી...

મમતાએ મધ્યપ્રદેશ સાથે પેટની કરી તુલના : 125 કિલો વજનવાળા કાર્યકર્તાના વધી રહેલા પેટને જોઈ પૂછ્યું – તમારું મધ્યપ્રદેશ આટલું કેમ વધી રહ્યું છે?

Face Of Nation 31-05-2022 :  મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નગરપાલિકાના કાર્યકર્તા સુરેશ અગ્રવાલને તેમના વધી રહેલા પેટને જોઈને કહે છે કે, તમારું મધ્યપ્રદેશ આટલું કેમ વધી રહ્યું છે. તેમની વાત સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ખડખડાટ હસી પડ્યા. તો બીજીતરફ કાર્યક્રમમાં ઉપસ્થિત સુરેશ અગ્રવાલ પોતાની વાત કરવા માટે ઊભા થયા હતા. સુરેશનું પેટ મોટું છે, જેના પર મજાક કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે તમારી પાસે આટલું મોટું મધ્યપ્રદેશ કઈ રીતે હોય શકે છે? જે રીતે તમારું પેટ વધી રહ્યું છે, તમે કોઈ પણ સમયે પડી જશો. જો કે, પેટ શરીરના મધ્ય ભાગમાં હોય છે, તેથી બેનર્જીએ મધ્યપ્રદેશ સાથે પેટની તુલના કરી.
સુરેશ અગ્રવાલે પણ આપ્યો મજેદાર જવાબ
મમતા બેનર્જીએ બૉડી શેમિંગવાળી કમેન્ટ કરી તેમ છતાં કાર્યકર્તા નારાજ ન થયા. જ્યારે મમતાએ તેમને પૂછ્યું કે આનું શું રહસ્ય છે, તો સુરેશે તેનો મજેદાર જવાબ આપ્યો. તેમને કહ્યું-“હું દરરોજ 90 મિનિટ સુધી વ્યાયામ કરું છું, પરંતુ સાથે જ દરરોજ સવારે પકોડા ખાઈ લઉં છું. મને પકોડા બહું જ ભાવે છે.” તેના પર મમતાએ કહ્યું- રોજ પકોડા ખાશો તો તમારું વજન ક્યારેય ઘટશે નહીં.
125 કિલો વજન છતા કોઈ જ બીમારી નથી
સુરેશે મમતા બેનર્જીને કહ્યું કે તેમનું વજન 125 કિલો હોવા છતાં તેમને ન તો બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા છે કે ન તો ડાયાબિટિઝની. મમતાએ કહ્યું- તેમને લિવરની સમસ્યા હોય શકે છે. તેમને પૂછ્યું કે તેઓ કઈ એક્સર્સાઈઝ કરે છે? અગ્રવાલે જવાબ આપ્યો કે તેઓ દરરોજ પ્રાણાયામ અને 1000 કપાલભાતિ કરે છે.
1000 કપાલભાતિ કર્યા તો 10 હજાર આપીશ
મમતાએ કહ્યું કે તેમને આ વાત પર વિશ્વાસ નથી. આગળ વધુમાં કહ્યું કે જો 1000 કપાલભાતિ કરીને તમારી ફિટનેસનું પ્રદર્શન કરશો તો તેમને 10 હજાર રૂપિયા આપશે. આ અંગે અગ્રવાલે કહ્યું કે કપાલભાતિ માત્ર વ્હેલી સવારે કે સાંજે 5 વાગ્યા પછી કરવી જોઈએ, તેથી તે હાલ નહીં કરી શકે.
યોગ્ય રીતે નહીં કરતા હોવ કપાલભાતિ
સુરેશે ઈનકાર કરતા મમતાએ વધુ મજાક કરતા કહ્યું કે- તમે કપાલભાતિ યોગ્ય રીતે નહીં કરતા હોવ, તેથી જ તમારું પેટ આટલું મોટું છે. તમને ખબર નથી કે કઈ રીતે શ્વાસ લેવો અને છોડવાનો છે. તમે માત્ર કપાલભાતિના બહેને ડાન્સ કરતા હશો.
મારી પાર્ટીનાં કોઈ હોત તો ચાર થપ્પડ મારત
બેઠક દરમિયાન મમતાએ સરકારી હિસાબ-કિતાબમાં થયેલી ગરબડી અને ભ્રષ્ટાચારને લઈને ફરિયાદ મળી, જેના પર તેઓ ગુસ્સે થઈ ગયાં. ગુસ્સામાં જિલ્લાધિકારી રાહુલ મજૂમદારે ચેતવણી આપતા કહ્યું કે તેમના પ્રત્યે હવે તેમની ધારણા બદલાઈ ગઈ છે. સાથે જ કહ્યું કે જો તેમની પાર્ટીના કોઈ સભ્યએ આવું કર્યું હોત તો તેઓ તેમને ચાર થપ્પડ મારી દેત. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).