મમતા બેનર્જીની મીમને લઈ ભાજપ કાર્યકર્તા પ્રિયંકા શર્માની ધરપકડ કરવામાં આવી હતી
Face Of Nation:સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને કોર્ટના અનાદરની નોટિસ પાઠવી છે. આ નોટિસ પશ્ચિમ બંગાળાની મુખ્યમંત્રી મમતા બેનર્જીની મીમ પોસ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી ભાજપની કાર્યકર્તાની મુક્તિમાં વિલંબને લઈને દાખલ અનાદરની પિટિશન પર જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની સરકારને પૂછ્યું છે કે મે મહિનામાં તેમના આદેશ બાદ પણ ભાજપ કાર્યકર્તા પ્રિયંકા શર્માને તરત મુક્ત કેમ ન કરવામાં આવી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે પ્રિયંકા શર્માના ભાઈ રાજીબ શર્મા દ્વારા દાખલ અનાદર પિટિશન પર રાજ્ય સરકાર અને અન્યને નોટિસ પાઠવી છે. ભાજપ યુવા મોર્ચાની નેતા પ્રિયંકા શર્માની પશ્ચિમ બંગાળની પોલીસે 10 મેના રોજ ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ કલમ 500 (અનાદર) અને ઇર્ન્ફોમેશન અને ટેક્નોલોજીના કાયદાની જોગવાઈઓના આરોપમાં મામલો નોંધ્યો હતો.
તાત્કાલીક જામીન પર મુક્ત કરવાનો આદેશ હતો
તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાની ફરિયાદ પર ધરપકડ થઈ હતી. સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે 14 મેના રોજ પ્રિયંકા શર્માને તાત્કાલીક જામની પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. રાજીબ શર્માએ કોર્ટમાં દાખલ પિટિશનમાં આરોપ લગાવ્યો કે 14 મેના આદેશ છતાંય તેમની બહેનને જલથી મુક્તિમાં 24 કલાકથી વધુ સમયનો વિલંબ થયો હતો.