Face Of Nation 17-05-2022 : ચાલુ વર્ષે કેસર કેરીના રસીકો માટે સતત માઠા સમાચારો સામે આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આવેલ વાવાઝોડા અને ક્લાઈમેટ ચેન્જના કારણે આ વર્ષે માત્ર 30 ટકા જેટલો જ કેસર કેરીના પાકનો ઉતારો થવાનો અંદાજ વ્યક્ત થયો છે. જે સાચો પડી રહ્યો હોય તેમ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવકમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની વાત કરીએ તો આજે 10 હજાર જ કેરીના બોક્સની આવક થઈ છે. જે ગત વર્ષે આ જ દિવસો કરતા 60% ઓછા આવી રહ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે. યાર્ડમાં કેરીના ભાવો પણ સરેરાશ 800 થી 1000 જેવા રહયા છે.
કેસર કેરીનો 30 જ જેટલો જ પાક બજારમાં આવશે
ગત વર્ષે આવલા વાવાઝોડા અને બાદ સતત બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ગીર પંથકમાં આવેલા હજારો આંબાના બગીચામાં રહેલ કેરીના વૃક્ષોને વ્યાપક અસર થઈ છે. આ કારણે કેસર કેરી પાકવાની કુદરતી રીત બાધિત થવાથી સમયસર ન ફૂટયા હોવાથી મોટા પ્રમાણમાં કેરીનો પાક નિષ્ફળ બની ગયો છે. આ અંગે અગાઉથી જ કેસર કેરીના પાકના જાણકારોએ અગાઉથી જ ચાલુ વર્ષે કેસર કેરીનો 30 જ જેટલો જ પાક બજારમાં આવશે તેવી શકયતા દર્શાવી હતી. જે મહદઅંશે સાચી ઠરી રહી હોય તેમ કેરીના પાકની માર્કેટીંગ યાર્ડમાં આવક જુજ પ્રમાણમાં જોવા મળી રહી છે.
આ વર્ષે કેરીના ભાવ બમણા જોવા મળ્યો
આ વર્ષે તાલાલા યાર્ડમાં કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યા બાદ આવી જ પરિસ્થિતિ જૂનાગઢ યાર્ડમાં પણ જોવા મળી રહી છે. જે અંગે યાર્ડમાં કેરીનો વેપાર કરતા વેપારી અદરેમાનભાઈ પંજાએ જણાવેલ કે, ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 25000 બોક્સની આવક હતી. જેની સરખામણીમાં આ વર્ષે આ દિવસોની તારીખોમાં માત્ર 8 થી 10 હજાર બોક્સની આવક યાર્ડમાં થઈ રહી છે. ઉપરાંત આ વર્ષે ભાવમાં પણ ખાસ્સો એવો તફાવત જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીના ભાવ બમણા જોવા મળી રહ્યો છે. આ વર્ષે કેરીના 10 કિલોના બોક્સના ભાવ 800 થી 1000 સુધીનો છે. આ વખતે કેરીની આવક ખૂબ જ ઓછી હોવાથી આગામી દિવસોમાં પણ કેરીના બોક્સની આવક ઓછી જ રહેશે તેવી ધારણા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).