Home Uncategorized ફળોના રાજા કેરીનું માર્કેટમાં સ્ફોટ આગમન, 31 હજાર માં વેંચાયું પહેલું બેક્સ

ફળોના રાજા કેરીનું માર્કેટમાં સ્ફોટ આગમન, 31 હજાર માં વેંચાયું પહેલું બેક્સ

Face of Nation 12-02-2022 : ફળોનાં રાજા એવી કેરીનું ફળ માર્કેટમાં ઘમાકે દાર આગમન થઈ ચૂક્યું છે અને રત્નાગીરીની ફળ માર્કેટમાં હાફૂસ કેરીનું પ્રથમ બોક્સ હરાજીમાં મુકાતા અધધધ 31000 માં વેંચાયુ છે. એક કેરીના બોક્સની કિંમત અધધધ 31000 સાંભળીને ભલભલાને કપકપી છુટી જાય પણ માટે જ તો કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ધણા પ્રકારની કેરીઓમાં હાફૂસ અને કેસર ખૂબ પ્રચલીત છે. કેસર કેરી મુખ્યત્વે ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખાસ ગીર અને કચ્છ વિસ્તારમાં પાકે છે. જ્યારે હાફૂસ કેરી મહારાષ્ટ્રમા આવેલ રત્નાગીરી વિસ્તારમાં પાકે છે.

હાફૂસ કેરી, તમામ કેરીઓમાં સૌ પ્રથમ આવે છે અને સૌથી છેલ્લે જાય છે. હાફૂસ કેરી આમ તો દરિયાઈ વિસ્તારમાં થાય છે અને દરિયાઈ પવનોને કારણે પાકે છે તો સાથે સાથે વિશેષ મીઠાસ પણ પકડે છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).