Home Politics ‘ભાજપ રાવણ જેવું કામ કરે છે અને અભ્યાસક્રમમાં ગીતા ભણાવે છે’ :...

‘ભાજપ રાવણ જેવું કામ કરે છે અને અભ્યાસક્રમમાં ગીતા ભણાવે છે’ : નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા

Face Of Nation 18-03-2022 : ગુજરાત સરકારે ભગવદ્ ગીતાને શૈક્ષણિક વર્ષ 2022-23થી સમગ્ર રાજ્યમાં 6થી 12માં ધોરણ સુધી શાળાના અભ્યાસક્રમોમાં સામેલ કરવાની ગઈકાલે વિધાનસભામાં જાહેરાત કરી હતી. આ નિર્ણયના 48 કલાકમાં જ સરકાર સામે મહાભારત શરૂ થઇ ગયું. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ નિવેદન કરીને રાજનીતિ શરૂ કરી. ભારતીય સંસ્કૃતિથી વિદ્યાર્થી પરિચિત થાય એવા પ્રયત્નના ભાગ રૂપે સરકારે આ નિર્ણય કર્યો છે. બાળકના વિકાસના હેતુથી ગીતાનો અભ્યાસ કરાવવાનું સરકારે મન બનાવ્યું છે. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત પર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ રાવણ જેવુ કામ કરે છે અને અભ્યાસક્રમમાં ગીતા ભણાવે છે. તેમને કહ્યું હતું કે, આ નિર્ણય જેને લીધો છે તેઓએ પણ ગીતાના શ્લોકોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ.
સિસોદિયાને ગીતાનું મહત્વ ખબર નથીઃ જગદીશ
દિલ્હીના ઉપમુખ્યમંત્રીના નિવેદન પર મંત્રી જગદીશ પંચાલે પલટવાર કરતા કહ્યું કે, મનીષ સિસોદિયાને ગીતાનું મહત્વ ખબર નથી. હિન્દુ સંસ્કૃતિનું સૌથી મહત્વનું પુસ્તક ગીતા છે. સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રવાસે ગીતા સાથે લઈને ગયા હતા. દેશની બહુમત જનતા કહી રહી છે કે અમે ભાજપ સાથે છીએ. ગુજરાતની જનતા 2022માં સિસોદિયાને જવાબ આપશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).