Home Politics ‘આપ’માંથી ભાજપમાં જોડાયેલી મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાની ‘ઘર વાપસી’, કહ્યું કે ભાજપમાં...

‘આપ’માંથી ભાજપમાં જોડાયેલી મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાની ‘ઘર વાપસી’, કહ્યું કે ભાજપમાં અન્યાય થયો

Face Of Nation 14-03-2022 : ગુજરાતમાં એક માત્ર સુરત શહેરમાં આમ આદમી પાર્ટી 27 સીટો પર વિજય મેળવી વિરોધ પક્ષ તરીકે સુરત મહાનગર પાલિકામાં બેઠી હતી. પરંતુ ભાજપે યેનકેન પ્રકારને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો અને બાદમાં એક મળી કુલ છ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.જોકે માત્ર ગણતરીના સમયમાં જ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા મનીષા કુકડિયાએ આજે ફરી ઘર વાપસી કરી આપ માં જોડાયા છે. પંજાબમાં આપની ભવ્ય જીત બાદ આપના દરેક કાર્યકર્તાઓ અને નેતાઓમાં નવો જોશ-જુસ્સો ઉમેરાયો છે. પંજાબમાં જીત મેળવી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.
આપમાં જોડાઈ ઘર વાપસી કરતા ભાજપને નીચા જોવાનું થયું
સુરત શહેરમાંથી થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર વિપુલ મોવલિયા, મનીષા કુકડીયા, ઋતા દુધાગરા, ભાવના સોલંકી અને જ્યોતિકા લાઠીયાએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. જોકે ત્યારબાદ આમ આદમી પાર્ટીની કોર્પોરેટર કુંદન કોઠિયાએ પણ કેસરિયો ખેંસ પહેરી લેતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો હતો.જોકે આપમાંથી ભાજપમાં જોડાયેલી મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાએ આજે ફરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ઘર વાપસી કરતા ભાજપને નીચા જોવાનું થયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પરિવારનું કોઈ સભ્ય અત્યાર સુધીમાં રાજનીતિમાં જોડાયું નથી
ઘર વાપસી કરનાર મનીષા કુકડિયાએ પત્રકાર પરિષદમાં તેણીને ફરીથી પાર્ટીમાં સ્થાન આપવા બદલ ગુલાબસિંહ યાદવ, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાનો આભાર માન્યો હતો. આભાર માનતાની સાથે જ તેઓ રડી પડ્યા હતા જેના કારણે લાગણીશીલ દૃશ્યો સર્જાયા હતા. આ સાથે જ તેના પતિ જગદીશ કુકડિયાએ જણાવ્યું હતું કે, તેઓ કે તેમની પત્ની કે પરિવારનું કોઈ સભ્ય અત્યાર સુધીમાં રાજનીતિમાં જોડાયું નથી. ઈમાનદાર પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને આપમાં જોડાયા હતા.
ભાજપમાં જોડાયા બાદ પણ તેણીએ ધારેલા કામો થતા નથી
વધુમાં તેઓએ જણાવ્યું થયુ કે 10 મહિના સુધી તેની પત્ની દ્વારા લોકો માટે કામ કરવા છતાં કરતા કોઈ કામો થતા ન હતા. જેથી મનીષાબેનને થયું હતું કે સત્તા પક્ષમાં હોઈએ તો લોકોના કામ કરી શકીશું. આ ઉપરાંત વિરોધ પક્ષમાં બેઠા હોવાને કારણે શાસકોની તાનાશાહી થતી હોવાથી તેઓ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. ભાજપમાં જોડાયા દોઢ મહિનામાં જ તેઓને પાર્ટી સાથે અને કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાનો અહેસાસ થતા અને મનીષાએ પતિને જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાયા બાદ પણ તેણીએ ધારેલા કામો થતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).