Face Of Nation:પોતાના વિવાદીત નિવેદનોથી કોગ્રેસ માટે મુશ્કેલી પેદા કરનારા પાર્ટીના નેતા મણિશંકર ઐય્યરે એક વિવાદીત ટિપ્પણી કરી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પ્રતિક્રિયા આપતા મણિશંકર ઐય્યરે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દેશના ઉત્તર બોર્ડર પર એક પેલેસ્ટાઇન બનાવી દીધું છે. ઐય્યરે એક ન્યૂઝપેપરને લખેલા એક લેખમાં કહ્યું કે, મોદી-શાહે પોતાના ગુરુ બેન્ઝામિન નેતાન્યાહૂ અને યહુદીઓ પાસેથી આ શીખ લીધી છે. કોગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી અને શાહે તેમની પાસેથી શીખ્યું છે કે કાશ્મીરીઓની આઝાદી, ગરીમા અને આત્મસન્માનને કેવી રીતે કચડી શકાય છે.
મણિશંકર ઐય્યરે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ટીકા કરી હતી. ઐય્યરે લખ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહે હાલમાં જ આપણા ઉત્તરી બોર્ડર પર એક પેલેસ્ટાઇન બનાવી દીધું છે. આમ કરવા માટે પહેલા તેમણે ઘાટીમાં પાકિસ્તાની હુમલાનું ખોટુ નાટક કર્યુ જેથી 35 હજાર વધારાના જવાનોની તૈનાતી કરી શકાય જ્યાં અગાઉથી જ લાખો જવાનોની હાજરી છે.ઐય્યરે લખ્યું કે, ત્યારબાદ હજારો અમરનાથ મુસાફરો અને પ્રવાસીઓને ઘાટીમાંથી બહાર કાઢવામાં આવ્યા. 400 દુકાનદારોની અટકાયત કરાઇ. તેમણે સ્કૂલ-કોલેજ, દુકાનો, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશન બંધ કરાવી દીધા અને શ્રીનગર અને ઘાટીના અન્ય શહેરો ખાલી થઇ ગયા. ઘાટીના માતા પિતા દેશના બીજા વિસ્તારોમાં રહેતા પોતાના બાળકોનો સંપર્ક કરી શકતા નથી. સંપર્કના તમામ સાધનો ઠપ્પ કરી દીધા છે.