Home Uncategorized ભારત પાસે દુનિયાથી સારી રસી પણ કોરાનાના નવા વેરિએન્ટથી સચેત રહો –...

ભારત પાસે દુનિયાથી સારી રસી પણ કોરાનાના નવા વેરિએન્ટથી સચેત રહો – PM મોદી

Face of Nation 26-12-2021: ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર કોરોનાની સ્થિતિ વણસી રહી છે. લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યા વિના બેફામ થઈને ફરી રહ્યાં છે. અને આજ કારણસર કોરોના વાયુવેગે પ્રસરી રહ્યો છે. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન પણ લોકોની ચિંતા વધારી રહ્યો છે. ત્યારે આ મુદ્દે આજે પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ખાસ વાતચીત કરી. પીએમ મોદી વર્ષ 2021 ના મન કી બાતના છેલ્લાં એપિસોડમાં આજે વાતચીત કરી રહ્યાં છે. નવો એપિસોડ હવે નવા વર્ષમાં આવશે. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી. સાથે જ કોરોના વોરિયર્સ, સેનાના જવાનો અને કોરોના સહિતના વિષયો પર ખાસ વાતચીત કરી. આજનો એપિસોડ એ 2021માં PM નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો છેલ્લો એપિસોડ છે.

પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કોવિડ-19 સામેની લડાઈનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ‘કોરોનાનું નવું સ્વરૂપ આવ્યું છે. આપણે એનું ધ્યાન રાખવું પડશે. મોદીએ કહ્યું કે ઓમિક્રોન જે નવું વેરિઅન્ટ આવ્યું છે તેનો અમારા વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે ‘કોરોનાના આ નવા પ્રકાર સામે આત્મજાગૃતિ, સ્વ-શિસ્ત એ અમારી તાકાત છે.’ સાથે જ તેમણે એવું પણ કહ્યુંકે, નવા વેરિએન્ટથી ડરવાને બદલે આપણે સાવધાન અને સચેત રહેવાની જરૂર છે. આપણી પાસે દુનિયાની સૌથી સારી રસી ઉપલબ્ધ છે. પણ સચેત રહેવું જરૂરી છે.

જો આપણે આજે વિશ્વમાં રસીકરણના આંકડાઓની ભારત સાથે સરખામણી કરીએ તો લાગે છે કે દેશે આવું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે, કેટલું મોટું લક્ષ્ય હાંસલ કર્યું છે. રસીના 140 કરોડ ડોઝનો માઈલસ્ટોન પાર કરવો એ દરેક ભારતીયની સિદ્ધિ છે. મન કી બાતમાં પીએમ મોદી PM મોદીએ ‘મન કી બાત’નો 84મો એપિસોડ શરૂ કર્યો. તેમણે કહ્યું, ‘આ સમયે તમે 2021ને વિદાય આપવા અને 2022ને આવકારવાની તૈયારી કરી રહ્યા હોવ. નવા વર્ષ નિમિત્તે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારા વર્ષમાં કંઈક સારું કરવા, વધુ સારા બનવાનો સંકલ્પ લે. છેલ્લા સાત વર્ષથી આપણી ‘મન કી બાત’ પણ આપણને વ્યક્તિ, સમાજ, દેશની ભલાઈને ઉજાગર કરીને વધુ સારું કરવા, વધુ સારા બનવાની પ્રેરણા આપી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).