Face Of Nation 09-04-2022 : મુંબઈ બાદ ગુજરાતમાં પણ નવા XE વેરિયન્ટનો કેસ નોંધાયો છે. તો ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના એકસાથે 33 કેસ નોંધાયા છે. ત્યારે હવે કોરોનાને લઈને આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફન્સ કરી છે. મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાતમાં હજુ માસ્ક પહેરાવાનો નિયમ યથાવત્, ગુજરાતમાં સોશિયલ ડિસ્ટન્સનો નિયમ પણ યથાવત છે. શૈક્ષણિક સંસ્થાઓ કોરોનાના લક્ષણો દેખાતા તાત્કાલિક સંપર્ક કરે.
XE વેરિયન્ટમાં હોસ્પિટલાઈઝેશન ઓમિક્રોન જેટલું
મનોજ અગ્રવાલે કહ્યું કે, ઓમિક્રોન કરતા XE વેરિયન્ટની સંક્રમણ ક્ષમતા વધારે છે. XE વેરિયન્ટમાં હોસ્પિટલાઈઝેશન ઓમિક્રોન જેટલું છે. ઓમિક્રોન કરતા 10 ગણી સંક્રમણની ક્ષમતા છે. ભારત સરકારે XE વેરિયન્ટ પર નજર રાખવા સુચનો કર્યા છે. ભારત સરકાર સતત માર્ગદર્શન આપતી રહેશે.
સ્ટાફ કે વિદ્યાર્થીમાં લક્ષણ દેખાય માહિતી આપે
બહારથી આવેલા વિદ્યાર્થીઓમાં લક્ષણ દેખાય તો જાણ કરે, શૈક્ષણિક સંસ્થાઓને સૂચનાકોરોનાના સંક્રમણ મામલે મનોજ અગ્રવાલે કહ્યું કે, હાલ સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. હાલ મનપા તંત્રએ માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી કરી છે. વિદ્યાર્થીઓમાં કોરોનાના તીવ્ર લક્ષણો નહીં. લક્ષણો જણાતા આરોગ્ય વિભાગને જાણ કરવાનું કહેવાયુ છે. અન્ય યુનિવર્સિટી અને અન્ય સંસ્થાના વડાઓ સાથે સંપર્કમાં છે. પ્રોટોકોલ પ્રમાણેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્ટાફ કે વિદ્યાર્થી કોઇમાં પણ લક્ષણ દેખાય તો તરત જ માહિતી આપે. શૈક્ષણિક સંસ્થામાં વધુ વિદ્યાર્થીઓ હોય છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News રહી રહીને જાગ્યા! ગુજરાતમાં નવા વેરિયન્ટની એન્ટ્રી; ‘XE વેરિયન્ટમાં ઓમિક્રોન કરતા સંક્રમણની...