ફેસ ઓફ નેશન, 07-05-2020 : ગુજરાત ભાજપના વર્તુળોમાં બુધવાર સાંજથી એવી ચર્ચાઓ ઉઠી હતી કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની નિયુક્તિ કરવામાં આવશે. જેને લઈને ફેસ ઓફ નેશને પણ અહેવાલ રજૂ કર્યો હતો કે, ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતા. જો કે આ તમામ શક્યતાઓ અને ચર્ચાઓ હાઇકમાન્ડની જાહેરાત પછી જ સાચી ઠરે તેમ હતી. તેવામાં મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે.”
ગુજરાતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. તેવામાં ગુજરાતના રાજકારણમાં જોરદાર ચર્ચા ચાલી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેને લઈને લોકોમાં કુતુહલવશ આ ચર્ચાએ વેગ પકડ્યો હતો. બુધવારથી આ ચર્ચાએ વેગ પકડ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે અને નવા મુખ્યમંત્રી મનસુખ માંડવીયાની પસંદગી કરવામાં આવશે. હાલ મનસુખ માંડવિયાની આ ટ્વીટથી તમામ ચર્ચા અને શક્યતાઓનો અંત આવ્યો છે. (સમાચારની અપડેટ મેળવવા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે.
— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) May 7, 2020
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ