Home Politics રૂપાણી સરકારનું બજેટ સત્ર પછી વિસ્તરણ, જાણો ક્યા બે મંત્રીઓ પર તવાઈ?તો...

રૂપાણી સરકારનું બજેટ સત્ર પછી વિસ્તરણ, જાણો ક્યા બે મંત્રીઓ પર તવાઈ?તો કોનો થશે સમાવેશ?

ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય કક્ષાના બે મંત્રી પુરુષોત્તમ સોલંકી અને વાસણભાઇ આહિરને પડતા મૂકાશે. તેની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવાશે.

Face Of Nation:અમદાવાદઃ ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની ચર્ચા લાંબા સમંયથી ચાલી રહી છે ત્યારે હવે એના સમાચાર છે કે, વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. આ વિસ્તરણમાં બે વર્તમાન મંત્રીઓને પડતા મૂકાશે અને બે નવા મંત્રીઓનો સમાવેશ કરાશે.

ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય કક્ષાના બે મંત્રી પુરુષોત્તમ સોલંકી અને વાસણભાઇ આહિરને પડતા મૂકાશે. તેની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવાશે.

અલ્પેશ ઠાકોરની સામે ભાજપમાં ખૂબ આંતરિક વિરોધ છે. તેમને ભાજપમાં લેવામાં ન આવે તે પ્રકારની રજૂઆતો પણ અમિત શાહ સુધી થઈ ગઈ છે. જો કે લોકસભાની ચૂંટણીમાં પાટણ અને બનાસકાંઠા બેઠક પર અલ્પેશ ઠાકોરે ભાજપને જીતાડવામાં પાછલા બારણેથી ઘણી જ મદદ કરી હતી તેના કારણે તેને ભાજપમાં લઈ મંત્રીપદ અપાશે.

ભાજપના નેતાઓ અલ્પેશની સામે ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હોવાથી અલ્પેશને કેબિનેટ કક્ષાના મંત્રી નહીં બનાવાય પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવાશે. બીજી તરફ જીતુ વાઘાણીનો સમાવેશ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે કરાશે. અલબત્ત સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી કશું કહેવાયું નથી.