Face Of Nation 15-05-2022 : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવાર પર વિરુદ્ધ સોશિયીલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ શૅર કરવાના આરોપમાં મરાઠી એક્ટ્રેસ કેતકી ચિતલેની થાણે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ધરપકડ બાદ NCPના કાર્યકર્તાઓએ એક્ટ્રેસ પર શાહી ફેંકી હતી. એક્ટ્રેસ વિરુદ્ધ ત્રણ કેસ કરવામાં આવ્યા છે, જેમાંથી એક થાણેના કલવા પોલીસ સ્ટેશનમાં અને બીજા બે કેસ પૂણે તથા મુંબઈમાં છે. કોર્ટે કેતકીને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી છે.
કેતકીની તસવીર પર કાળો રંગ ફેંક્યો હતો
કેતકી વિરુદ્ધના ત્રણેય કેસ ક્રાઇમ બ્રાંચને આપવામાં આવ્યા છે. પુણેમાં કેતકીની સાથે 23 વર્ષીય ફાર્મા સ્ટૂડન્ટ નિખિલ ભામરે વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસ વિરુદ્ધ કલમ 153 તથા 505 હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચે ધરપકડ કર્યા બાદ કેતકીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ઔરંગાબાદના સુતાગિરાનીમાં એક્ટ્રેસ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો હતો. અહીંયા મહિલાઓએ કેતકીની તસવીર પર કાળો રંગ ફેંક્યો હતો.
NCP ચીફે કહ્યું, હું આવી કોઈ એક્ટ્રેસને ઓળખતો નથી
આ કાર્યવાહી બાદ શરદ પવારને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે કેતકી ચિતલેને ઓળખતા નથી. તેની પોસ્ટને કારણે હાલમાં જ તેનું નામ સાંભળ્યું છે. NCP કાર્યકર્તાઓએ એક્ટ્રેસ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસેએ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
પોસ્ટમાં શરદ પવારનું નામ લીધું નહોતું
કેતકીએ પોતાની પોસ્ટમાં શરદ પવારનું નામ લખ્યું નહોતું, પરંતુ ઉપનામ તથા ઉંમરની વાત કરી હતી. તેણે 80 વર્ષની ઉંમર લખી હતી, જ્યારે શરદ પવારની ઉંમર 81 વર્ષની છે. આ જ કારણે માનવામાં આવે છે કે પોસ્ટ પવારની વિરુદ્ધમાં હતી.
મહારાષ્ટ્રના મંત્રી આવ્હાડે કહ્યું, 200 કેસ કરીશું
કેતકીની સો.મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરીને મહારાષ્ટ્રના મંત્રી જિતેન્દ્ર આવ્હાડે ધમકી આપી હતી. પાર્ટીના કાર્યકર્તા આ પોસ્ટ અંગે મહારાષ્ટ્રમાં 100-200 કેસ કરશે. પાર્ટીના કાર્યકર્તાઓ આ રીતની ખોટી ટિપ્પણીઓને ક્યારેય સહન કરશે નહીં. તે NCP પરિવારના પિતા છે અને તેમના પર કરવામાં આવેલી ટિપ્પણી ઘૃણાસ્પદ છે.
કેતકી એક્ટ્રેસ પહેલાં પણ વિવાદમાં રહી ચૂકી છે
કેતકી પહેલીવાર વિવાદમાં આવી નથી. આ પહેલાં તેણે છત્રપતિ શિવાજી મહારાજ અંગે કોમેડી શોમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સો.મીડિયામાં તેની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. કેતકીએ પછી સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી જવાબ આપ્યો હતો. મરાઠી પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર મહેશ તિલેકરે પણ કેતકીને આડે હાથ લીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).