Face Of Nation 25-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મોટી દીકરી ડૉ. મારિયા વોરન્તસોવા(36)ના લગ્ન તૂટી ગયા છે. આ સમાચાર ત્યારે સામે આવ્યા છે જ્યારે પુતિન યુક્રેનથી યુદ્ધને લઈને સતત ચર્ચામાં છે. મારિયાના તલાક થઈ ગયા અને હવે બંને અલગ થવા જઈ રહ્યાં છે. મારિયાના લગ્ન એક ડચ બિઝનેસમેન સાથે થયા હતા. બંનેના 2 બાળકો છે. જો કે હાલ આ લગ્ન કયા કારણસરથી તૂટ્યાં તે વિગત સામે આવી નથી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આ લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાનું કારણ સામે આવી રહ્યું છે. આ યુદ્ધની સીધી અસર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરિવાર પર પણ જોવા મળી રહી છે. આ ખુલાસો રશિયાના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ સર્ગેઈ કાનેવે કર્યો છે.
દીકરી મારિયા વોરોત્સોવા ડૉકટર છે
રિપોર્ટ્સ મુજબ પુતિનની મોટી દીકરી મારિયા બાળકોમાં થનારી દુર્લભ આનુવંશિક બીમારીઓની ડોકટર છે. સાથે જ તે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રાઈનોલોજીમાં પ્રમુખ રિસર્ચર પણ છે. મારિયા પૈસાદાર વિદેશીઓ માટે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં એક એલીટ મેડિકલ સેન્ટર ખોલવા માગે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World યુદ્ધને કારણે દીકરીના લગ્નજીવનમાં ભંગાણ; પુતિનની દીકરી મારિયાના તલાક, ડચ બિઝનેસમેન સાથે...