Home Uncategorized માર્યુપોલ પ્રસૂતિ હોસ્પિટલ પર રશિયન સૈનિકો દ્વારા સીધો હુમલો; 1,170 નાગરિકો માર્યા...

માર્યુપોલ પ્રસૂતિ હોસ્પિટલ પર રશિયન સૈનિકો દ્વારા સીધો હુમલો; 1,170 નાગરિકો માર્યા ગયા, જુઓ Video

https://youtu.be/nYB7R3vMByA

Face Of Nation 09-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા તરફથી સતત હુમલા થઈ રહ્યા છે, જેને કારણે યુક્રેનના ઘણા શહેરોમાં સર્વત્ર તબાહી જોવા મળી રહી છે. તો બીજી તરફ ઝેલેન્સકીએ ટ્વિટ કર્યું, ‘માર્યુપોલ. પ્રસૂતિ હોસ્પિટલ પર રશિયન સૈનિકો દ્વારા સીધો હુમલો. લોકો, બાળકો કાટમાળ નીચે દટાયેલા છે. અત્યાચાર! દુનિયા ક્યાં સુધી આતંકને નજરઅંદાજ કરતી રહેશે? હત્યાઓ બંધ કરો! તમારી પાસે શક્તિ છે પણ તમે માનવતા ગુમાવી રહ્યા છો. યુક્રેનનું કહેવું છે કે, રશિયન આક્રમણ બાદ માર્યુપોલમાં 1,170 નાગરિકો માર્યા ગયા છે.
યુક્રેનમાં અત્યાર સુધીમાં 516 લોકો માર્યા ગયા
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ ઓફિસે યુક્રેન સંઘર્ષમાં જાનહાનિનો તાજેતરનો આંકડો જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 516 લોકો માર્યા ગયા છે અને 908 લોકો ઘાયલ થયા છે.
યુએસએ પોલેન્ડમાં બે એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ બેટરીઓ તૈનાત કરી
અમેરિકાએ પોલેન્ડમાં બે એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ બેટરી તૈનાત કરી છે. પેન્ટાગોને આ જાણકારી આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).