Face Of Nation 22-05-2022 : કોરોનાના કારણે ઘણી વખત લોકોને વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. કોરોના કાળમાં તો ઘણા એવા કપલ હશે કે જેઓના લગ્ન અટકી ગયા. જો કે, લોકોને એવું લાગી રહ્યું છે કે હવે કોરોના નથી અને તેના કેસ ઓછા આવી રહ્યા છે તો એવું નથી. વિચારો કે લગ્ન હોય અને તમારો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવે તો તમે શું કરશો? સ્વાભાવિક છે કે તમે લગ્નને મુલતવી રાખશો, પરંતુ એક કપલ એવું છે જે કોરોના પોઝિટિવ હોવા છતાં પોતાના લગ્ન બંધ ન રાખ્યા.
કોરોના હોય તો શું થઈ ગયું, લગ્ન તો કર્યા જ
દુલ્હેરાજા સેમ ગ્રીનબર્ગ અને તેની પત્ની અમાન્ડા મેશેલના લગ્ન હતા, પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ સેમ ગ્રીન બર્ગ કોરોના પોઝિટીવ આવ્યો. આ સ્થિતિમાં લગ્ન મુલતવી રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો પરંતુ બંનેએ લગ્ન પોસ્ટપોર્ન ન રહે તે માટે નવો જ જુગાડ શોધી નાંખ્યો. તેમને એવો જુગાડ કર્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વરરાજાને થઈ ગયો કોરોના
કોરોનાના કારણે અમાન્ડા મિશેલ અને સેમ ગ્રીનબર્ગ લગ્ન માટે ઘણા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમણે લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. લગ્નના થોડા દિવસ બાકી હતા અને વરરાજા ગ્રીનબર્ગ કોવિડ પોઝિટિવ થઈ ગયો. તેથી તે લગ્નમાં આવી શકે તેમ નહોતો. આથી તેના કાર્ડ બોર્ડનું આબેહૂબ એક મોટુ સ્ટેચ્યુ બનાવી દેવામાં આવ્યું અને લગ્નની વિધી કરવામાં આવી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન તેના કાર્ડબોર્ડ વાળા દુલ્હા સાથે એન્ટ્રી લઈ રહી છે. સેરેમનીની જગ્યા પર પણ દુલ્હાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે.
કાર્ડબોર્ડ પર વરરાજા તૈયાર કરાયા
દુલ્હેરાજા વિના પણ લગ્ન અટક્યા નહી. રિતરિવાજ મુજબ દુલ્હને હસતા મોઢે ખુશી ખુશી લગ્ન કર્યા. કાર્ડબોર્ડ પર દુલ્હેરાજા બનાવીને લગ્ન કર્યા. આ બંને કપલના લગ્ન અગાઉ ઘણી વાર અટકી ગયા હતા. તેથી તેમને આ વખતે કોઈ પણ સંજોગોમાં લગ્નને પોસ્ટપોર્ન કરવા માગતા નહોતા.
કેટલાક લોકોએ ટ્રોલ કર્યા
જ્યાં એક તરફ લોકો આ લગ્નને ફેશનેબલ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોને વર માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તેઓએ લગ્ન મોકૂફ રાખવા જોઈએ, આ દિવસ જેટલો દુલ્હન માટે મહત્ત્વનો હોય છે એટલો જ વરરાજા માટે પણ. કેટલાક યુઝર્સે કહ્યું કે વરરાજા વગર લગ્ન કેવી રીતે થઈ શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized “પૂતળાં સાથે લગ્ન”, વરરાજાને કોરોના થઈ જતાં દુલ્હને પતિનું સ્ટેચ્યુ બનાવી ખુશીથી...