Home Uncategorized વિભાવરીબેનને ગમતું નથી એટલે તેઓનો આદેશ છે ! : અંબાજી ગબ્બર ઉપરથી...

વિભાવરીબેનને ગમતું નથી એટલે તેઓનો આદેશ છે ! : અંબાજી ગબ્બર ઉપરથી માતાજીની મૂર્તિ હટાવી લેવાઈ

Face Of Nation : ભાજપ સરકાર સત્તામાં એટલી આંધળી બની ગઈ છે કે તેમના મંત્રીઓ પણ હવે મંદિરોમાં પણ તેમને ગમે તેમ વર્તવા લાગ્યા છે. દેવસ્થાન મંત્રી વિભાવરીબેન દવે હાલ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાતે છે, ત્યારે તેઓના આદેશ મુજબ ગબ્બર ઉપરથી માતાજીની વર્ષો જૂની મૂર્તિ હટાવી લેવાતા નવો વિવાદ સર્જાયો છે. માઇ ભક્તોની આસ્થાને આ ઘટનાથી ઠેસ પહોંચી છે. મંદિર સત્તાધીશો આ રીતે મંત્રીને ગમે કે ના ગમે તે કારણોસર માતાજીની મૂર્તિઓ હટાવી લે તે ઘણી ગંભીર બાબત છે. અંબાજી મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ આજે તાત્કાલિક ગબ્બર ઉપર જઈને જ્યોત આગળ મુકવામાં આવતી માતાજીની મૂર્તિ હટાવી લેવડાવી હતી. આ ઘટનાએ ઘણા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશભર ના 51 શક્તિપીઠો મા થાય છે આ ધામ માં અંબા નું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર થી 3 કીમી દૂર ગબ્બર પહાડ આવેલો છે આ પહાડ ઉપર જવાના અને ઉતરવાના અલગ અલગ રસ્તાઓ આવેલા છે આ પહાડ ની પ્રદક્ષિણા કરવાથી ગબ્બર પરિક્રમા પુરી થાય છે ત્યારે આ ટોચ ઉપર માં અંબા નુ પ્રાચીન મંદિર અને પ્રાચીન મૂર્તિ આવેલી છે આજે શક્તિપીઠ ગબ્બર ખાતે સાંજે અંબાજી મંદિર તરફથી આદેશ આવતા માતાજી ની પ્રાચીન મૂર્તિ હટાવવામાં આવતા લોકો મા ભારે રોષ જોવા મળ્યો હતો
ગબ્બર ટોચ ઉપર માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા દેશભરમાંથી માઈ ભક્તો આવે છે. આજે ચૌદશની તિથિ હોઈ અંબાજી મંદિર તરફથી આદેશ આવતા ગબ્બર ટોચ મંદિરમાં વર્ષોથી રહેલી મૂર્તિ કોઈપણ કારણ વગર હટાવતા માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મૂર્તિ હટાવતા ધર્મપ્રેમી લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ઉપરથી સાહેબનો ફોન આવતા ગબ્બર તળેટી ખાતે ફરજ બજાવતા ક્લાર્ક તાત્કાલીક ગબ્બર ટોચ ઉપર પહોંચ્યા હતા અને માતાજીની મૂર્તિ તાત્કાલીક હટાવી લીધી હતી. જયારે આ બાબતે તેમને પૂછતાં જણાવ્યું હતું કે ગાંધીનગરથી કોઈ વીઆઈપી આવતા હોઈ આ મૂર્તિ હટાવવામાં આવી છે કાલે બપોર બાદ ફરી આ મૂર્તિ લગાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું

  • માતાજીની મૂર્તિ હટાવ્યા પહેલાની તસ્વીર

  • માતાજીની મૂર્તિ હટાવ્યા પછીની તસ્વીર

ગુરુવારે માતાજી ની પૂનમ છતાં ગબ્બર ઉપરથી માતાજીની મૂર્તિ જ હટાવી લેવાઈ
ગુરુવારે માતાજીની પુનમ છે જે મહિનામાં માત્ર એકવાર આવે છે. આ દિવસે માતાજીના ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે ગબ્બરના પ્રાચીન મંદિરમાં જ માતાજીની મૂર્તિ જ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વીઆઈપીની સરભરા માટે હટાવી લીધી છે.