Home News સરકારના વિરોધમાં સમગ્ર દેશ માટે કૉરોનાનું જોખમ ઉભું કરવું ખુબજ શરમજનક :...

સરકારના વિરોધમાં સમગ્ર દેશ માટે કૉરોનાનું જોખમ ઉભું કરવું ખુબજ શરમજનક : મૌલાના રઝવી

ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 05-04-2020 : જમાતે રઝા મુસ્તુફાના ગુજરાતના પ્રમુખ મૌલાના અસ્લમ રઝવીએ તબ્લીગી જમાતને લઈને જણાવ્યું હતું કે, હાલમાં કોરોના સંક્રમણ સામે સમગ્ર દેશ એક સાથે ઝઝૂમી રહ્યો છે તેવા સમયે દિલ્હી નિઝામુદ્દીન સ્થિત તબ્લિગ જમાતના મરકઝ “બંગ્લેવાલી મસ્જિદ”માં તારીખ 13 થી 15 માર્ચ દરમ્યાન સત્તાવાળાઓની મંજુરી વગર આ ઇજતેમાં યોજાયો હતો, જેમાં હજારો લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં ખુબજ મોટી સંખ્યામાં વિદેશીઓ પણ હાજર હતાં, આ વિદેશીઓ પ્રાથમિક અહેવાલ મુજબ ભારતભરમાં દરગાહો પર ઝિયારત કરવા માટે ટુરિસ્ટ વિઝા પર આવેલા હતા,પરંતુ કોઈ પણ દરગાહો પર ન જઇને પોતાની મિશનરી પ્રવૃતિ કરેલ અને ભારતના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરેલું, આ ઇજતેમાં 15મી માર્ચે પુરું થતાં સમગ્ર દેશમાંથી આવેલાં તબ્લિગીઓ પોતપોતાના સ્થાને પહોંચી ગયા હતા પરંતુ કેટલાક લોકો જાણી જોઈને મરકઝમાં ભરાઈ બેઠાં હતાં, તે જ સમયે નજીકમાં જ આવેલી હજરત નિઝામુદ્દીન દરગાહમાં સંપૂર્ણપણે સરકારની સુચનાઓનુ પાલન કરવામા આવેલ હતું, જયારે 22મી માર્ચના જનતા કર્ફ્યુનું આહવાન વડાપ્રધાને કર્યું તે સમયે પણ તેઓ મરકઝમાં જ ભરાઈ રહ્યા હતાં, 15 થી 21 માર્ચ દરમ્યાન સમગ્ર વાહન વ્યવહારો ચાલુ જ હતાં, જનતા કર્ફ્યુ પછી પણ 24મી માર્ચે સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવ્યું, તે સમયે પણ તેમણે મરકઝ ન છોડ્યું, 23મી માર્ચના રોજ જયારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમને સમન્સ પાઠવીને બોલાવ્યા ત્યારે પણ તેમણે 1000 સ્થાનિક માણસો જ હોવાનુ અને કોઈ વિદેશી ન હોવાનું જુઠ્ઠાણું ચલાવી પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી.
મૌલાના રઝવીએ આ અંગે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં તબ્લિગ જમાતના માનનારાઓ જાણે સમગ્ર મુસ્લિમ સમાજના ઠેકેદારો હોય તેવું જનમાનસમાં ઠસાવી રહ્યા છે, ખરેખર તો તબ્લિગ જમાત એક સંપ્રદાય છે જે ઇસ્લામ ધર્મ ફેલાવવાની આડમાં કટ્ટરવાદી વિચારધારાનો સમગ્ર દેશમાં પ્રચાર પ્રસાર કરે છે, અને દેવબંદી વિચારધારાનો ફેલાવો કરે છે, આ જમાત વાળા સર્વ ધર્મ સમભાવમાં માનતી દરગાહો કે સુફીસંતોની ખાનકાહોને માનતા નથી અને તેમની વિરુદ્ધ આક્રમક ઝુંબેશ ચલાવે છે, હાલમાં જે વિદેશી નાગરીકો મરકઝમાંથી પકડાયા છે તે તમામ લોકો ભારતમાં દરગાહો પર જવા માટેના વિઝા લઇને આવ્યા હતાં, પરંતુ ભારત સરકાર દ્વારા આ ચકાસણી કરવામાં આવતાં આ વાત ખોટી સાબિત થઇ હતી, અને તમામ વિદેશી નાગરીકોને બ્લેકલિસ્ટ કર્યા છે. ભારતમાં વસતો તમામ મુસ્લિમ સમાજ આવા સંકટના સમયમાં દેશની સરકાર સાથે છે, એક સંપ્રદાયની ભૂલના કારણે સમગ્ર સમાજને ભોગવવું પડે છે. તબ્લિગ જમાત સમગ્ર મુસ્લિમોનું પ્રતિનિધીત્વ નથી કરતી તે એક મુસ્લિમ સમાજનો કટ્ટરવાદી ફીરકો છે જેથી તબ્લિગ જમાતના નામે સમગ્ર મુસ્લિમ સમાજને બદનામ કરવાની બાબતને અમો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”

Exclusive : મરકજની ઈજતેમાંની સનસનીખેજ વિગતો, જેની વિચારધારાનું અનુકરણ લાદેન કરતો હતો