Face Of Nation 07-04-2022 : રાજ્યભરમાં તબીબોની વિવિધ માગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકાર હડતાળિયા ડોક્ટરો સામે ઝૂકી છે. રાજ્ય સરકારે ડોક્ટરોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. હવે રાજ્યના સરકારી ડોક્ટરોને 1 જૂન 2019થી 20 ટકા NPPA ચુકવાશે. તે ઉપરાંત એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જ્યારે બેઝીક અને NPPAની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂા.2 લાખ 37 હજાર 500 રૂપિયા નિયત કરાઈ છે. આનો સીધો લાભ 88 હજાર ડોક્ટરને થશે. તજજ્ઞ સેવા વર્ગ-1 ના કરારીય / બોન્ડેડ તજજ્ઞોને માસિક ફીકસ વેતન 84 હજારથી વધારીને હવે 95 હજાર અપાશે. તેમજ કરારીય અથવા બોન્ડેડ MBBS તબીબોને માસિક ફીકસ વેતન 63 હજારથી વધારીને 75 હજાર કરાયું છે. હવે ડોક્ટરોની હડતાળનો અંત આવી શકે છે.
એરીયર્સની રકમ 5 સરખા હપ્તામાં ચૂકવાશે
આ સંદર્ભે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે,તબીબોના NPPAની માંગણી સંદર્ભે સરકારે 1 જૂન 2019 થી 20 ટકા NPPAની ચુકવણીનો નિર્ણય કર્યો છે. એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો એપ્રિલ-2022, બીજો હપ્તો ઓકટોબર-2022, ત્રીજો હપ્તો એપ્રિલ-2023,ચોથો હપ્તો ઓકટોબર-2023 અને પાંચમો હપ્તો એપ્રિલ-2024 ના રોજ ચૂકવવામાં આવશે.
અનુસ્તાનક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 10 ટકા સીટો અનામત
અગ્રવાલે ઉમેર્યુ કે, રાજય સરકારની સેવામાં હોય તેવા MBBS ર્ડાકટરો માટે અનુસ્તાનક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે 10 ટકા સીટો અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. GMERS હસ્તકના તબીબી શિક્ષકોને ન્યુ પેન્શન સ્ક્રીમ, રજા પ્રવાસ રાહત, રજાનું રોકડમાં રૂપાંતર, ટ્રાવેલ્સ એલાઉન્સ, મેડીકલ એલાઉન્સ જેવા લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પગાર પંચનો લાભ મળવાપાત્ર રહેશે
તેમણે કહ્યું કે,તબીબી શિક્ષણ, તબીબી સેવા અને જાહેર આરોગ્ય પ્રભાગમાં સીધી ભરતી અને બઢતીની ઝુંબેશ હાથ ધરાઇ છે. એડહોક ધોરણે ફરજ બજાવતા ટયુટરોને 7 મા પગાર પંચનો લાભ મળવાપાત્ર રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).