Face Of Nation 05-06-2024 : મોદી અને અમિત શાહને રાજકીય જન્મ આપવા પાછળ ભારતીય મીડિયાનો મહત્વનો ભાગ રહેલો છે સાથે જ ભારતીય લોકતંત્રની પણ હત્યા કરવા માટે મીડિયા જવાબદાર છે. દેશનું મીડિયા એટલું બધું મોદી અને ભાજપની ભક્તિમાં તલ્લીન થઇ ગયું કે પ્રજાને લાગવા લાગ્યું કે, મીડિયા વેચાઈ ચૂક્યું છે. પ્રજાના માનસપટ ઉપર છવાયેલી આ વિચારસરણી મીડિયા જગતના અંત માટે કાફી છે. મોદી કે ભાજપને જેટલો ઉન્માદ નથી તેટલો પૈસા અને જાહેરાત પાછળ આંધળા બનેલા મીડિયાને છે. ટીવી ચેનલોના ઍન્કરો તો ભાજપ અને મોદીની વાત આવતા જ એક અનેરા ઉન્માદમાં આવી જાય છે અને શરૂ કરે છે ભાજપ-મોદીની ભક્તિ. ખરેખર મોદી અને ભાજપ ભક્તિ પાછળ આંધળા બનેલા મીડિયાએ નીચલી કક્ષાએ જવા માટે કોઈ હદ બાકી રાખી નથી. લોકો હવે મીડિયાના નામે ટીખળ કરવા લાગ્યા છે. સત્ય વાત એ પણ છે કે, મીડિયા હાઉસોના માલિકો માટે જાહેરાતોનો પૈસો મહત્વનો છે સાથે જ તેઓને ભાજપ અને મોદીથી ડર પણ લાગે છે. મોદી કે ભાજપ વિરુદ્ધ સમાચાર લખતા પણ સત્તર વાર વિચાર કરનારા પત્રકારોએ લોકતંત્રને ફાંસીના માંચડે લટકાવી દીધું હોય તેમ લાગી રહ્યું છે.
નરેન્દ્ર મોદીની મીડિયા મશીનરીનો જ જાદુ છે જેના લીધે દુનિયાના મોટા-મોટા સામાયિકો રાજ્યની કથિત આર્થિક પ્રગતિના ગુણગાન ગાઇ રહ્યા છે. દુઃખની વાત છે કે મીડિયા જ નરેન્દ્ર મોદીનું સૌથી મોટું ફેન બની ગયું છે. મીડિયાએ આત્મનિરીક્ષણ કરવાનું જ છોડી દીધું છે. જ્યાં મીડિયાએ લોકો સુધી સત્ય પહોંચાડવાનું હતું અને ટીકાકારની ભૂમિકા નિભાવવાની હતી ત્યાં મોદીના કટ્ટર રાષ્ટ્રવાદની ધૂનમાં વ્યક્તિ પૂજા કરવા લાગ્યું છે. કોઈ અખબાર ઉપાડીને જુએ ત્યારે નરેન્દ્ર મોદીની જાહેરખબરો અને નરેન્દ્ર મોદી વિશેના સમાચારો જાણે એકબીજામાં ભળી થઈ જતા હોય તેમ લાગે છે. સમાચારની આ અતિશયોક્તિ ભરી વ્યાખ્યાને કારણે જ મીડિયા સામે સવાલો થાય છે અને તેના વિશ્લેષણ પર શંકાઓ ઉભી થઇ રહી છે. મીડિયા જ્યાં વાસ્તવદર્શી ભૂમિકા ભજવી શકે તેમ હતું, ત્યાં જી હજૂરિયા બનવાનું પસંદ કર્યું અને ભારતની પ્રજાનું અહિત કર્યું છે. મોદીની સિદ્ધિઓની અતિપ્રસિદ્ધિ અને તેમની ટીકાના મુદ્દે મૌન વચ્ચે ઝુલતા મીડિયાને જોઈને કોઈ પણ વિચારમાં પડી જાય કે જાહેરખબર ક્યાં પૂરી થાય છે અને મોદીનું તટસ્થ મૂલ્યાંકન ક્યાંથી શરૂ થાય છે.
વરિષ્ઠ પત્રકાર પંકજ વહોરાએ ભારતીય મીડિયાની પરિસ્થિતિ પર અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, “જાગૃતતા જ લોકશાહીની કિંમત છે પરંતુ મીડિયાએ પોતાની આલોચનાત્મક પ્રશંસાની ભૂમિકા પૂરી રીતે નથી નિભાવી.” લંડનમાં રહેતાં એક શીર્ષ ભારતીય પત્રકારે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું કે છેલ્લાં અમુક વર્ષોથી ટ્રૅન્ડ સ્પષ્ટ છે, મીડિયા સરકારના ઇશારા પર ચાલી રહ્યું છે. સરકાર પર પત્રકારોને ડરાવવા-ધમકાવવા અને તેમના પત્રકારત્વને પ્રભાવિત કરવાના પણ આરોપ છે. વૈશ્વિક મીડિયા ફ્રિડમની યાદીમાં ભારતનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે અને તંત્ર તરફથી પત્રકારોની વિરુદ્ધ કેસ દાખલ કરવાના મામલા પણ વધ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
તો રાજકારણ માટે જનેતાના નામનો સહારો લેતા નરેન્દ્ર મોદીના નામનો ગરબો ગુજરાતમાં પાછો ફરતો