ફેસ ઓફ નેશન, 08-05-2020 : હાલ કોરોનાને કારણે અમદાવાદમાં વધી રહેલા કેસોને ધ્યાને લઈ લોકડાઉન કડક કરી દેવામાં આવ્યું છે. દવા અને દૂધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેવામાં મેડિકલની દુકાન ધરાવતા લોકો ઘરથી દુકાન સુધી પહોંચે તે વચ્ચે તેમને જુદા જુદા સ્થળોએ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
મેડિકલની દુકાન ધરાવતા એક વ્યક્તિએ ફેસ ઓફ નેશન સાથે વાત કરતા જણાવ્યું છે કે, અમારી દુકાન ઘરથી દૂર છે તેવામાં અમે ઘરેથી દુકાને જવા નીકળીએ તો રસ્તામાં પોલીસ અમને ચેકિંગના નામે હેરાન કરીને દંડ વસુલે છે. ક્યારેક અમારા વાહન પણ જમા લઇ લે છે. જેને લઈને અમે તકલીફમાં મુકાઈ ગયા છીએ. હાલ અમે લોકોની સેવાર્થે દુકાન ખોલતા હોઈએ છીએ બાકી, અમને પણ કોરોનાનો ડર છે તેમ છતાં પ્રજાહિતમાં અમે અમારી દુકાનો ખુલ્લી રાખીએ છીએ. પોલીસ અમને સહયોગ આપે તે જરૂરી છે. જો કે આ દુકાનદારને આપવામાં આવેલા મેમામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, વાહન ચાલક પાસે વિમાના કાગળો નથી. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ