Home Gujarat વલસાડ જિલ્લા પર મેઘરાજા મહેરબાન; ઉમરગામમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ, ઠેર-ઠેર...

વલસાડ જિલ્લા પર મેઘરાજા મહેરબાન; ઉમરગામમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ઘૂંટણસમા ભરાયાં પાણી; હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા!

Face Of Nation 20-06-2022 : વલસાડ જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 6 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી. તો બીજીતરફ વલસાડ જિલ્લામાં ગતરાત્રિથી મેઘમહેર ચાલુ થઈ છે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે. આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 157 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે વલસાડ તાલુકામાં 108 મીમી, વાપી તાલુકામાં 87 મીમી, કપરાડા 41 મીમી, ધરમપુર 30 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા
વરસાદને લીધે સ્થાનિક લોકોએ ગરમીમાં રાહત મેળવી હતી અને યુવાનો તથા બાળકોએ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. જ્યારે રસ્તા ઉપર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. વરસાદ પડતાની સાથે ડાંગરની ખેતી ઉપર ન થતાં ખેડૂતો અને ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. વલસાડમાં પડેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ નિરીક્ષણ કરવા દોડી આવ્યા હતા અને મોગરાની માળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો જેને લઇ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાપીમાં રેલવે અંડરપાસ વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
મુંબઈ અમદાવાદ માર્ગ પ્રભાવિત થયો
વલસાડ જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદને લઈને મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર પારડી બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસના જવાનો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં જોતરાઈ ચુક્યા હતા. જેથી વરસાદી પાણીનો નિકાલ થાય અને હાઇવે ઉપર થઈ રહેલા ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પ્રયત્નો કરી રહ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટર ઉચ્ચ અધિકાધીઓની સાથે બેઠક યોજી જિલ્લામાં પ્રથમ વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને લઈને મુંબઇ અમદાવાદ માર્ગ પ્રભાવિત થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).