Face Of Nation 30-12-2022 : હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. મહેસાણા વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ 3 દિવસ સુધી સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે. હીરાબાના અવસાનને લઇને નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં પ્રધાનમંત્રી મોદીએ તેમનાં અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. હીરા બાના નિધન પર તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાબાના પિયર પક્ષના અને સાસરી પક્ષના સ્વજનો હાજર છે. તમામ સ્વજનો સ્તુતિ કરીને હીરાબાને અંતિમવિદાય આપી રહ્યા છે.
પ્રધાનમંત્રીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત્ રહેશે
મોદી પરિવારે નાગરિકોને પોતાનું કાર્ય યથાવત્ રાખવા અપીલ કરી છે. બાને શ્રદ્ધાંજલિ આપતા પોતાનું કાર્ય યથાવત્ રાખવા મોદી પરિવારે અપીલ કરી છે. મોદી પરિવારે જણાવ્યું હતું કે અગાઉથી નક્કી આપનું કાર્ય યથાવત્ રાખશો, એ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ છે. જ્યારે PM મોદીના આજના નિર્ધારિત કાર્યક્રમો યથાવત્ રહેશે. PMO તરફથી મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં મુખ્ય કનેક્ટિવિટી-સંબંધિત પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion મહેસાણામાં હીરાબાના નિધનને લઈને વડનગર શોકાતુર, તમામ ધંધા-રોજગાર ત્રણ દિવસ સુધી રાખશે...