Face Of Nation 09-07-2022 : દેશમાં અને રાજ્યમાં બેટી બચાવો, બેટી પઢાવો ના નારા લગાવીને સરકાર સમાજને દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે કેટલાક એવા લોકો છે જે દીકરીઓ પાર અત્યાચાર કરીને સમાજને કલંકિત કરી રહ્યા છે. ગુજરાતમાં બનાસકાંઠાના ડિસામાં 15 વર્ષની માનસિક અસ્થિર અને બોલી ન શકતી સગીરાને અજાણ્યા નરાધમે દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી બનાવી હતી. આ ઘટનામાં સગીરાની માતાએ દિકરીનો ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટની મંજુરી માંગી હતી. માતાની અરજીને માન્ય રાખીને હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવ્યો છે. કોર્ટે જિલ્લા કલેક્ટર અને બનાસ હોસ્પિટલને સગીરાની કાળજી માટે નિર્દેશ જારી કર્યા છે. હવે 15 વર્ષની પીડિતાના સંતાનને સંસાર જોવા મળશે.
ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ
મૂળ રાજસ્થાનની રહેવાસી અને હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા રહે છે, આ મહિલા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટક મજૂરી કરીને તેનું જીવન પસાર કરી રહી છે.આ મહિલાનો પતિ મુત્યુ પામેલ છે અને આ વિધવા મહિલાને એક 15 વર્ષની માનસિક અસ્થિર અને બોલી ન શકતી દીકરી છે.આ મહિલા છૂટક મજૂરી માટે અલગ અલગ જગ્યાએ કામ માટે જતી હતી, ત્યારે તેની આ દીકરી બે વખત ગુમ થઇ ગઈ હતી. થોડા દિવસ બાદ પાછી પણ આવી ગઈ હતી. જો કે આ સગીરા માનસિક રીતે અસ્થિર અને બોલી ન શકતી હોવાને કારણે તેની સાથે શું થયું હતું તે કોઈને જણાવી શકી ન હતી.થોડા દિવસો બાદ તેના શરીરમાં ફેરફાર દેખાતા તેની માતાએ તેની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. આ દરમિયાન ડોક્ટરની વાત સાંભળીને તેની માતા ચોકી ગઈ હતી.
માતાએ હાઇકોર્ટમાં ગર્ભપાત માટે અરજી દાખલ કરી
તપાસમાં આ માનસિક અસ્થિર સગીરાને સાત મહિના એટલે કે 30 સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા તેની માતા દ્વારા બનાસકાંઠાના ડીસામાં પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની દીકરી માનસિક અસ્થિર અને બોલી ન શકતી હોવાને કારણે નરાધમે તેનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે અને તેના કારણે જ તેની 15 વર્ષની દીકરી ગર્ભવતી બની છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા આ સગીરાને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ બનાસકાંઠાના અગ્રણી વકીલ મનોજ ઉપાધ્યાયનો સંપર્ક કરવામાં આવ્યો હતો.પીડિતા માનસિક રીતે અસ્થિર હોવાથી, જો બાળકનો જન્મ થાય તો તેનો તેની સંભાળ રાખવા માટે સક્ષમ ન હોવાથી તેનો નિકાલ કરવા માટે વકીલ મનોજ ઉપાધ્યાયની મદદથી હાઇકોર્ટમાં ગર્ભપાત માટે અરજી દાખલ કરાઈ હતી.
જિલ્લા કલેક્ટરને હાઈકોર્ટે આદેશ કર્યો
પાલનપુરની બનાસ હોસ્પિટલ દ્વારા 30 સપ્તાહના ગર્ભનો નિકાલ કરવાનું હિતાવહ ન ગણાવતા ગર્ભાવસ્થા યથાવત રાખવા માટેની સલાહ આપવામાં આવી હતી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટે પણ માનવીય અભિગમ દાખવીને બનાસકાંઠા જિલ્લા કલેકટર, મેજિસ્ટ્રેટ અને બનાસ હોસ્પિટલને જ્યાં સુધી ડિલિવરી ન થાય ત્યાં સુધી સગીરાની વિશેષ દેખરેખ અને કાળજી રાખવા સંદર્ભે કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યા છે. કોર્ટના આદેશ પ્રમાણે હવે જિલ્લા મેજિસ્ટ્રેટ આ સગીરાની તમામ પ્રકારની જવાબદારી સંભાળશે.માતા અને સગર્ભા ઘર વિનાના છે જેથી જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી તેમના આરોગ્યની કાળજી રહે તે માટે જિલ્લા કલેકટરને તેમના રહેવાની વ્યવસ્થા કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
કોર્ટના હૂકમ પ્રમાણે સગીરાની દેખરેખ રખાશે
આ બાબતે અરજદારના વકીલ સુધાંશુ ઝાએ જણાવ્યું કે કોર્ટના હુકમ પ્રમાણે પીડિત સગીરા બનાસ મડિકલ કોલેજના સિનિયર ગાયનેકોલોજીસ્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.જ્યાં સુધી ડીલીવરી ન થાય ત્યાં સુધી કોઈ સક્ષમ અને જવાબદાર મેડિકલ ઓફિસરને તેમાં આત્મવિશ્વાસ પેદા કરે તેમને તેની જવાબદારી સોંપાવામાં આવશે. સગીરાના ખાનપાન માટે ખાસ ડાયેટિશિયનને જવાબદારી સોંપવામાં આવશે. રાજ્ય સરકારના ધારાધોરણ પ્રમાણે પીડિતાને મળવા પાત્ર વળતર પણ મળશે. જે માટેની રકમ લીગલ સર્વિસસ એથોરીટી નક્કી કરશે. આ દરમિયાન પીડીત સગર્ભાના ખાવા પીવા અને અન્ય જરૂરિયાત માટે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રેટને બનાસ મેડિકલ કોલેજના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવશે. ડિલિવરી થઈ ગયા બાદ બાળક અને પીડિતાને યોગ્ય અનાથ આશ્રમમાં રાખવાની જિલ્લા મેજિસ્ટ્રેટને જવાબદારી સોંપાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).