Face Of Nation, 10-09-2021: હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ તો સક્રિય થઈ છે.
ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ સપ્ટેમ્બરના નવ દિવસમાં જ 4.42 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે. જે ઓગસ્ટના અંતે 50 ટકાની હતી. આમ સપ્ટેમ્બરમાં વરસાદની ઘટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ધોધમાર વરસાદના કારણે અમરેલી જિલ્લાના જળાશયો છલકાયા છે. હાલમાં લાઠી તાલુકાનો સૌથી મોટો ભાદાણી ચેકડેમ ઉપરવાસ અને જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ભાદાણી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ગાગડીયા નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. જિલ્લાના સરોવરો અને મોટા ચેકડેમો છલકાતા આસપાસના લાઠી,કેરીયા,અકાળા,દુધાળા સહિતના ગામોના ખેડૂતોને મોટો ફાયદો થશે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વરસેલા ભારે વરસાદથી ઉના- દીવ અને ગીર ગઢડાને પાણી પૂરૂ પાડતો રાવલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. રાવલ ડેમ સંપૂર્ણ ભરાતા લેવલ જાળવવા હાલ એક દરવાજાને 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો ખોલાતા ઉના અને ગીર ગઢડા તાલુકાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસથી અવિતર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જીલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ગીરના જંગલ વિસ્તાર અને ધારી પંથકમાં પડેલા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી રુલ લેવલ જાળવવા માટે ડેમનો 1 દરવાજો 2 ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને હાલ ડેમમાં 133 ક્યુસેક પાણીનો આવક અને જાવક છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)