Face Of Nation 12-05-2022 : IPL 2022ની 59મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટથી ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દીધું છે. આની સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન CSK પ્લેઓફ રેસથી બહાર થઈ ગયું છે. MI સામે મેચ જીતવા માટે 98 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમે 31 બોલ પહેલા સ્કોર ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન CSKના મુકેશ ચૌધરીએ 3 વિકેટ લીધી હતી તો MIના તિલક વર્માએ મેચ વિનિંગ 34* રનની ઈનિંગ રમી હતી. જ્યારે ટિમ ડેવિડે શાનદાર સિક્સ મારી મુંબઈને મેચ જિતાડી દીધી હતી.
પ્લેઓફ રેસથી આઉટ થયા પછી ધોનીએ કહ્યું…
કેપ્ટન કૂલ ધોનીએ કહ્યું, મને લાગે છે કે આ પિચ પર 130નો સ્કોર પણ ઓછો કહેવાય. મેં માત્ર મારા બોલર્સને જણાવ્યું હતું કે હાર અને જીત અંગે ન વિચારો તમે માત્ર બેસ્ટ આપવા માટે મેદાનમાં ઉતરો. આ મેચમાં યુવા બોલર્સે પણ શાનદાર બોલિંગ કરી અને એમને આવી મેચનો પણ અનુભવ મળ્યો છે. અમારી ફ્રેન્ચાઈઝી માટે ઘણા યુવા બોલર્સ માટે અનુભવ સહિત વિવિધ સકારાત્મક પાસા રહ્યા હતા. અમારા ઘણા બેટરનું પ્રદર્શન આજે નિરાશાજનક રહ્યું હતું, જોકે મુંબઈના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ અમારા બેટર એવા બોલ પર વિકેટ ફેંકીને આઉટ થયા છે કે, જે વિચારવાનો વિષય બની ગયો છે.
પહેલી ઓવરથી જ ચેન્નઈનો ધબડકો
CSKની ટીમ ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જેમાં પહેલી ઓવરથી જ બેટરનું પ્રદર્શન ખરાબ રહેતા મુંબઈએ મેચમાં પકડ બનાવી લીધી હતી. MIના ડેનિયલ સેમ્સે ઈનિંગની પહેલી ઓવરમાં જ ડેવોન કોનવે તથા મોઈન અલીને પેવેલિયન ભેગા કરી ચેન્નઈને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ત્યારપછી બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે રોબિન ઉથપ્પાને આઉટ કર્યો હતો. આવી રીતે જોતજોતામાં બેક ટુ બેક વિકેટ ગુમાવી દેતા ચેન્નઈની ટીમ 97 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો બીજીતરફ મુંબઈ અને ચેન્નઈની મેચ પહેલા બેડ લાઈટ્સના કારણે ટોસ થોડો મોડો થયો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં લાઈટ્સ વધારે ચાલુ કરવામાં આવી હતી. જોકે ત્યારપછી મુંબઈએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી લીધી હતી. આ મેચમાં MIએ 2 ફેરફાર કર્યા છે જ્યારે ચેન્નઈએ એકપણ ફેરફાર કર્યો નથી. મુંબઈમાં કિરોન પોલાર્ડ અને મુરુગન અશ્વિનના સ્થાને ટ્રિસ્ટન સ્ટબ્સ અને રિતિક શોકીન પ્લેઇંગ-11માં પસંદ થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports IPL-2022 : મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, ડિફેન્સિંગ ચેમ્પિયન...