Face Of Nation 1-3-2022 : વિશ્વની ટોચની ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાના 26 વર્ષીય દીકરા ઝૈન નડેલાનું નિધન થયુ છે. ઝૈન નડેલાને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી બીમારી હતી.
ઝૈનને સંગીતનો ખુબ જ શોખ હતો
માઈક્રોસોફ્ટ અનુસાર ઝૈનનું નિધન સોમવારે સવારે થયું હતું. કંપનીએ પોતાના સ્ટાફને મેઈલ કરીને આ દુ:ખદ સૂચના આપી હતી. 2014માં માઈક્રોસોફ્ટના CEO બન્યા બાદ સત્યા નડેલાએ કંપનીના પ્રોડક્ટને ડિઝાઈન કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી દિવ્યાંગ વપરાશકર્તાઓને પણ વધુ સારી સેવા પ્રદાન કરી શકાય. આ કામમાં તેઓએ ઝૈનની સેવા કરતા મળેલા અનુભવોનો પણ ઉપયોગ કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઝૈનને સંગીતનો ખુબ જ શોખ હતો.
મોટાભાગનું જીવન હોસ્પિટલમાં વિતાવ્યું
ઝૈન તેમનો મોટાભાગનો સમય અમેરિકાના સિએટલ સ્થિત ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં વિતાવતા હતા. અહીં ગયા વર્ષે સત્ય નડેલાએ મગજના રોગો પર સંકલિત સંશોધન કરવા માટે ઝૈન નડેલા ન્યુરો સાયન્સ સેન્ટરની સ્થાપના કરી હતી. હોસ્પિટલના CEO જેફ સ્પ્રિંગે પોતાના મેસેજમાં લખ્યું છે કે ઝૈનને સંગીત પર સારી પકડ હતી. તેમના સ્મિત અને તેમના પરિવાર અને પ્રિયજનોને આપેલા આનંદ માટે તેમને યાદ કરવામાં આવશે. સેરેબ્રલ પાલ્સી (CP) વ્યક્તિના મગજના અસાધારણ વિકાસને કારણે અથવા શરીરના એવા ભાગોને નુકસાન થાય છે જે હલનચલન અને સંતુલનને નિયંત્રિત કરે છે. આ કારણે અસરગ્રસ્ત વ્યક્તિ સ્નાયુઓને સામાન્ય રીતે ચલાવી શકતી નથી. સેરેબ્રલ પાલ્સીવાળા બાળકોને માનસિક બીમારી, શીખવાની અક્ષમતા, જોવામાં, સાંભળવામાં અને બોલવામાં સમસ્યાઓ હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).