Face Of Nation 28-03-2022 : મઘ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી એટલે કે 29મી માર્ચથી રાજ્યમાં મિડ મે મિલ શરૂ થશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આવતીકાલે આ યોજનાની ફરીથી રાજ્યમાં શરૂઆત કરાવશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આવતીકાલે ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં પુનઃ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવશે. આ સાથે જ કાલે 7 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ જશે. જ્યારે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન મળવાનું શરૂ થઈ જશે.
આ વર્ષે બજેટમાં 1400 કરોડની જોગવાઈ
આવતીકાલે જ્યાં મધ્યાહન ભોજન આપવામાં આવશે તેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતનો સમાવેશ થાય છે. જીતુ વાઘાણીએ કહ્યું કે મધ્યાહન ભોજન 16 માર્ચ 2020થી બંધ હતું. જોકે અત્યાર સુધી તેના બદલે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા થતી હતી. અત્યાર સુધી 1300 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયા છે. તેની સાથે વિદ્યાર્થીઓ માટે 2 લાખ 60 હજાર મેટ્રિક ટન અનાજનું વિતરણ કરાયું છે. આ વર્ષે પણ મધ્યાહન ભોજન માટે બજેટમાં રૂપિયા 1400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion ‘મધ્યાહન ભોજન’ યોજના શરૂ: આવતીકાલથી રાજ્યના 7 મહાનગર અને 2 નગરપાલિકામાં શિક્ષણમંત્રી...