Face of Nation 13-12-2021: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 12 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. સૂત્રોનું કહેવું છે કે ફાયરિંગમાં ત્રણ જવાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાબાદ ઈજાગ્રસ્ત જવાનોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી છે.
પ્રાથમિક સૂચના પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે સુરક્ષાદળોની બસ પર બેથી ત્રણ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોથી ભરેલી બસ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ જવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. આ બસમાં જમ્મુ-કાશ્મીર આર્મર્ડ પોલીસની નવમી બટાલિયનના જવાન સફર કરી રહ્યાં હતા.
Terrorists fired upon a police vehicle near Zewan in Pantha Chowk area of Srinagar. 14 personnel injured in the attack. All the injured personnel evacuated to hospital. Area cordoned off. Further details shall follow: Kashmir Zone Police
(Visuals deferred by unspecified time) pic.twitter.com/IfEXEh3wii
— ANI (@ANI) December 13, 2021
તમને જણાવી દઈએ કે જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં ન માત્ર જમ્મુ કાશ્મીર પોલીસનું ટ્રેનિંગ સેન્ટર છે, પરંતુ સેના અને સીઆરપીએફના ઘણા કેમ્પ છે.
આજે દિવસે, શ્રીનગરની બહારના ભાગમાં સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર રંગરેથ વિસ્તારમાં થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ થઈ શકી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)