Face Of Nation, 24-08-2021: કાબુલથી પોતાના નાગરિકો અને અફઘાનીઓને બહાર કાઢવા માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન અમેરિકી સેનાના એક વિમાનનો ડરામણો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને હવે એવી આશંકા પેદા થઈ રહી છે કે શું આઈએસઆઈએસ Evacuation Mission માં લાગેલા વિમાનોને તોડી પાડવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાના આ સૈન્ય વિમાન નીચેથી આગ ભભૂકતી જોવા મળી છે.
વિમાનથી ભભૂકતી આગે અમેરિકાને ચિંતામાં મૂકી દીધુ છે. અમેરિકી સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટની શાખા ISIS-K દ્વારા હુમલા થવાની આશંકાથી ચિંતિત છે. આઈએસઆઈએસના હુમલાને નિષ્ફળ કરવા માટે હવે અમેરિકી સૈન્ય વિમાન ઝડપથી હવામાં ડૂબકી ખાઈ કોમ્બેટ લેન્ડિંગ કરી રહ્યા છે.
French Air Force A400M dispensing flares as it departs #Kabul Airport #Afghanistan
pic.twitter.com/9C2UM9BcwO— Air & Sea Intel (@air_intel) August 21, 2021
આઈએસઆઈએસ સાથે જોડાયેલા લોકો કાબુલની આજુબાજુ છૂપાયેલા છે અને તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્વારા મચાવવામાં આવી રહેલા કોહરામનો ફાયદો ઉઠાવવા માંગે છે આથી આ સૈન્ય વિમાનો પર મિસાઈલ એટેક કરી શકે છે. આ વિમાનોમાં હજારો શરણાર્થીઓને અફઘાનિસ્તાનથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવામાં આવી રહ્યા છે. આ વિમાનોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હોય છે.
અધિકારીઓ દ્વારા આવા હુમલાની આશંકા જતાવ્યા બાદ અમેરિકી દૂતાવાસે સિક્યુરિટી અલર્ટ જાહેર કરીને પોતાના નાગરિકોને ભલામણ કરી છે કે અધિકૃત આદેશો વગર એરપોર્ટ પર ન જાઓ. એવી પ્રબળ આશંકા છે કે આઈએસઆઈએસની બ્રાન્ચ ISIS-K કાબુલ એરપોર્ટ પર હુમલાની કોશિશ કરી રહી છે. અત્રે જણાવવાનું કે છેલ્લા 6 વર્ષથી આઈએસઆઈએસ આતંકવાદીઓ તાલિબાનીઓ સામે લડી રહ્યા છે અને અફઘાનિસ્તાનમાં પોતાનો હિસ્સો મળવવાની કોશિશ કરી રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)