Face Of Nation, 14-11-2021: ગુજરાતમાં કોરોનાના વધતાં જતા કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના 43 લાખ લોકોએ હજુ સુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. આ 43 લાખ લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે અને આ લોકો સામે ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો છે.
રાજ્યમાં કુલ રસીકરણ 7.41 કરોડ થયું છે, જેમાંથી 4.50 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.90 કરોડને બન્ને ડોઝ અપાઇ ગયા છે. 18 વર્ષ ઉપરની વસતીમાં 91 ટકા પહેલા ડોઝનું જ્યારે 59 ટકા બન્ને ડોઝ માટે રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં 18 વર્ષ ઉપરની કુલ વસતી 4.93 કરોડ છે એટલે કે રાજ્યમાં હજુ 43 લાખ લોકો એકપણ ડોઝ લીધા વિના ફરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં પહેલા ડોઝનું રોજનું સરેરાશ રસીકરણ માત્ર 20 હજાર જ થાય છે. એ ઝડપે ગણીએ તો રાજ્યમાં પહેલા ડોઝના 100 ટકા રસીકરણ માટે હજુ 2-3 મહિનાની રાહ જોવી પડે એમ છે.
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 2.05 લાખ રસીકરણ પહેલા ડોઝ માટે થયું છે. જો કે ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓ અને 16 હજારથી પણ વધારે ગામોમાં પહેલા ડોઝ માટે 100 ટકાનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે, અને મોટા રાજ્યોમાં બન્ને ડોઝ આપવામાં ગુજરાત આગળ છે. હાલ રાજ્યમાં એક પણ ડોઝ ન લેનારા લોકોને રસી લેવા માટે ઝી 24 કલાક અપીલ કરી રહ્યું છે.
રાજ્યમાં 4.04 કરોડ પુરૂષોએ જ્યારે 3.36 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. છેલ્લા કેટલાક સમયનો રસીકરણનો ટ્રેન્ડ જોઇએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધારે રસીકરણ જોવા મળી રહ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)