Home News જિનપિંગનું વધી ગયું ટૅન્શન, ચીનની ઊંઘ થઈ ગઈ હરામ, સર્વેમા સામે આવ્યા...

જિનપિંગનું વધી ગયું ટૅન્શન, ચીનની ઊંઘ થઈ ગઈ હરામ, સર્વેમા સામે આવ્યા ચોંકવનારા ખુલાસાઓ

Face Of Nation, 15-11-2021: ચીનથી કોરોના મહામારીની શરૂઆત થઈ અને બાદમાં આ વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જોકે હવે ચીન પોતેજ એક ગંભીર સમસ્યામાં ફસાઈ ગયું છે. ચીનમાં વસ્તી નિયંત્રણને લઈને કાયદો બનાવામાં આવ્યો હતો જોકે તે કાયદો એટલો કામ નથી આવી રહ્યો જેટલી સરકારને આશા હતી.

વધુમાં અહીયા લગ્નનું પ્રમાણ ઘટી રહ્યું છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે 17 લાખ દંપત્તિએ અહીયા લગ્ન કર્યા છે. જોકે રેડિયો ફ્રી એશિયાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન ઓછા થયા છે તેને કોરોના મહામારી સાથે પણ જોડી ન શકાય. આની પાછળ ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા જે વાયદાઓ આપવામાં આવ્યા તે પૂરા નથી થયા જેથી તે પણ ખાસ કારણ છે.

ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના યુથ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમા એવું સામે આવ્યું છે કે 3 હજાર લોકો હવે જીવનસાથીને જરૂરી નથી માનતા. સર્વે અનુસાર 43 ટકા જેટલી મહિલાઓનું કહેવું છે કે તે લગ્ન નહી કરે અથવા તો લગ્ન વીશે હજું તેમણે કશું વિચાર્યું નથી.

ચીનમાં લગ્નની અનિશ્ચિતતા આર્થિક સ્થિતી સાથે જોડાયેલી છે. અહીયા અમીર શહેરોના લોકો લગ્ન વગરજ રહેવા માગે છે. એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થા જેટલી વિકસીત થશે તેટલાજ લોકો સક્રિય રૂપે એકલા રહેવાનું પસંદ કરશે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ વધી રહ્યો છે તેમ તેમ અહીયા લગ્ન ન કરનારા યુવાઓની સંખ્યા પણ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે એક રિપોર્ટ પ્રમાણે એવી હકીકત સામે આવી છે કે ભલે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હોય પરંતુ અહીયા લગ્ન ન કરનારા યુવાઓની સંખ્યા પણ વધી રહી છે. જેના કારણે રાષ્ટ્રપતિ જિનપિંગની ચીંતા પણ વધી ગઈ છે. પહેલા અહીયા વસ્તીને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. જોકે હવે સરકાર એવું ઈચ્છી રહી છે કે લોકો અહીયા વધારે બાળકો પેદા કર. કારણકે એક્સપર્ટોનું એમ કહેવું છે જો લોકોની માનસીકતા અહીયા લગ્ન પ્રત્યે આવી રહી તો અહીયાની વસ્તીનો ગ્રાફ ઝડપથી નીચે આવી શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)