Home Politics લોકમુખે ચર્ચા: વાઘાણી બિનજરૂરી નિવેદનો ન આપે અને ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા...

લોકમુખે ચર્ચા: વાઘાણી બિનજરૂરી નિવેદનો ન આપે અને ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા કામ કરે!

Face Of Nation 07-04-2022 : રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. આજે રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતી વખતે જિતુ વાઘાણીનો હીટવેવમાં પારો છટક્યો હતો અને જણાવ્યું હતું કે, ‘જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે.’ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલા આ આકરા નિવેદનથી લોકમુખે એક જ ચર્ચા જાતી છે પહેલાં સરકાર શિક્ષણનું સ્તર સુધારે પછી બધી વાતો કરે.
રાજ્યમાં શિક્ષણના સ્તર અંગે વાચકો શું વિચારે છે?
શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તો ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહેવું તે નિવેદન અંગે લોકોના મતે એવું કહેવું છે કે, વાઘાણી બિનજરૂરી નિવેદનો ન આપે અને ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા કામ કરે આવી વાતો લોકોમુખે ચર્ચાઈ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).