Face Of Nation 25-04-2022 : રાણા દંપતીએ પોતાની વિરુદ્ધ નોંધાયેલી બીજી FIR (IPC કલમ 353)ને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેને લાંબી સુનાવણી પછી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે એક નેતા પાસેથી જવાબદાર રીતે વ્યવહાર કરવાની અપેક્ષા હોય છે. બંનેએ ઉદ્ધવ સરકારમાં મંત્રી વિજય વડેટ્ટીવારે નીચ કહ્યાં છે. બીજી તરફ સાંસદ નવનીતે આક્ષેપ લગાવતા કહ્યું કે જેલ પ્રશાસને તેને પાણી પણ આપ્યું નહોતું કે તેને બાથરૂમ પણ જવા દીધા નહોતા.
અરજદારને 72 કલાકની નોટીસ ઈસ્યુ કરવી જરૂરી
કોર્ટે આ મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે નેતાઓ પાસેથી આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાની જવાબદારી સમજીને વ્યવહાર કરશે. જોકે બીજી FIRના સંબંધમાં રાણા દંપતિને થોડી રાહત આપતા હાઈકોર્ટે કહ્યું કે, જો રાજ્ય સરકાર બીજી એફઆઈઆર અંતર્ગત કોઈ કાર્યવાહી કરવા માંગે છે તો આવી કાર્યવાહી કરતા પહેલા અરજદારને 72 કલાકની નોટીસ ઈસ્યુ કરવી જરૂરી છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક લેટર લખ્યો
આ દરમિયાન અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક લેટર લખ્યો અને મુંબઈ પોલીસ અને જેલ પ્રશાસન પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે અનુસૂચિત જાતિમાંથી આવવાને કારણે જેલમાં તેમને પાણી પણ આપવામાં આવ્યું નથી. આ સિવાય તેમને વોશરૂમનો ઉપયોગ પણ કરવા દેવાઈ રહ્યો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).