Home Exclusive ઉન્નાવમાં ફરી દુષ્કર્મ-હત્યા કાંડ, આ વખતે સપાનો નેતા પુત્ર રાક્ષસ બન્યો

ઉન્નાવમાં ફરી દુષ્કર્મ-હત્યા કાંડ, આ વખતે સપાનો નેતા પુત્ર રાક્ષસ બન્યો

Face of Nation 11-02-2022 : ઉત્તર પ્રદેશનાં ઉન્નાવનું નામ કાને પડતા જ બહુચર્ચીત અને પાશવી દુષ્કર્મ-હત્યા કેસ નજરે તરી આવે છે, ત્યારે ઉત્તર પ્રદેશનો ઉન્નાવ જિલ્લો ફરી એક વખત ચર્ચામાં છે અને તેનું કારણ ફરી એક વખત કોઈ નિર્દોષ દીકરી પર કરવામાં આવેલ પાશવી અત્યાચાર છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવમાં જ્યાં બહુચર્ચીત બળાત્કાર-હત્યા કેસમાં પૂર્વે ભારતીય જનતા પાર્ટી(ભાજપ), તત્કાલીન ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરથી ખરાબ રીતે ઘેરાયેલી હતી. ત્યાં આજે સમાજવાદી પાર્ટી (એસપી)ના એક નેતા અને પૂર્વ મંત્રીના પુત્રના કૃત્યથી અખિલેશની પાર્ટી ઘેરાયેલી જોવામાં આવી રહી છે.

એક તરફ યુપીમાં ચૂંટણીઓ ચાલી રહી છે અને બરોબર આવા સમયે જ આરોપ છે કે સપા સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી એવા સ્વ. ફતેહ બહાદુર સિંહના પુત્ર રાજોલ સિંહે માત્ર એક દલિત દીકરીનું અપહરણ કર્યું ન હતું, પરંતુ તેની પાશવી રીતે હત્યા કરી લાશને શૌચાલયની ટાંકીમાં દાટી દીધી હતી. બે મહિના બાદ ગુરુવારે ભોગ બનેલી દીકરીનો મૃતદેહ મળી આવતા ફરી આ મામલે રાજકારણ ગરમાયું છે.

પીડિતાની માતા અખિલેશની કાર આગળ કૂદી પડી અને…..  
ઉન્નાવમાં સપા સરકારમાં પૂર્વ રાજ્ય મંત્રી રહેલા સ્વર્ગીય ફતેહ બહાદુર સિંહના પુત્ર રાજોલ સિંહ પર કાંશીરામ કોલોનીની રીટાએ બે મહિના પહેલા પોતાની પુત્રીને ગુમ કર્યાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ પોલીસે ફરિયાદ પણ નોંધાવી હતી  પરંતુ ત્યારે કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ કારણે નારાજ દીકરીની માતા રીટાએ 24 જાન્યુઆરીએ લખનૌમાં અખિલેશ યાદવના કાફલાની સામે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મામલો ઉગ્ર બનતાં પોલીસે તાકીદે રાજોલની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. 04 ફેબ્રુઆરીએ, પોલીસે રાજોલની પીસીઆર રિમાન્ડ પર આઠ કલાકની પૂછપરછ કરી, ત્યારબાદ તેના સાથી સૂરજ વિશે જાણવા મળ્યું, જે હરદોઈ પોલીસ સ્ટેશન મુબારકપુરના નવા ગામનો રહેવાસી છે. ઉલટ તપાસમાં સમગ્ર કાંડ બહાર આવ્યો અને પોલીસે આરોપીના આશ્રમની પાછળ સ્થિત સેપ્ટિક ટાંકીનો ખાડો ખોદ્યો ત્યારે બાળકીની લાશ ખાડામાંથી મળી આવી હતી.

પોલીસ પર પણ સવાલો ઉઠ્યા  
કાંશીરામ કોલોનીમાં રહેતી દલિત મહિલા રીટાની પુત્રી પૂજા ગત ડિસેમ્બર માસથી ગુમ હતી. માતા દ્વારા 8 ડિસેમ્બરે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. SCST એક્ટ હેઠળ 11 જાન્યુઆરી 2022 ના રોજ કેસ રદ કરવામાં આવ્યો હતો. માતા ન્યાય માટે આજીજી કરતી રહી. પણ તેની વાત કોઈએ સાંભળી નહિ. 24 જાન્યુઆરીએ લખનૌમાં અખિલેશ યાદવની કારની સામે માતાએ છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ત્યારે મામલો ગરમાયો અને પોલીસે આરોપી રાજોલ સિંહને 25 જાન્યુઆરીએ જેલમાં ધકેલી દીધો. પુત્રી પૂજાના મૃતદેહ મળી આવ્યાનાં સમાચાર મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પીડિતાની માતાએ સીઓ અને ઈન્સ્પેક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ મામલાની નોંધ લેતા મોડી રાત્રે એસપી દિનેશ ત્રિપાઠીએ તપાસ બાદ સદર કોતવાલીના ઈન્સ્પેક્ટર અખિલેશ ચંદ્ર પાંડેને સસ્પેન્ડ કરી દીધા હતા.

ચૂંટણી સમયે જ રાજકારણ ગરમાયું
આ મામલાને એવા સમયે સામે આવ્યો છે કે, જ્યારે યુપીમાં ચૂંટણી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું શરૂ કર્યું છે. યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ અખિલેશ યાદવને ઘેર્યા છે. તેણે ટ્વીટ કર્યું, “અખિલેશ યાદવ જી, સપા નેતાના સંકુલમાં એક દલિત પુત્રીની લાશ મળી જેની માતાએ તમારી કારની સામે આજીજી કરતી હતી ત્યારે તેની વાત ન સાંભળી અને સપા નેતાની રક્ષા કરી, શું નવા સપામાં દરેકના ઘૃણાસ્પદ ગુના માફ કરશો.અમે તપાસ કરીને દોષિતોને સજા આપીને પીડિતાને ન્યાય અપાવવામાં કોઈ કસર નહીં છોડીએ.

ઘટનાને પોલિટીક્લ માઈલેજ આપવામાં ભાજપ વ્યસ્ત
ભાજપ આ હત્યાકાંડને ચૂંટણીનો મુદ્દો પણ બનાવી શકે છે, જો કે કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ભાજપ સરકાર પર સવાલ ઉઠાવવામાં આવશે, પરંતુ સપાના નેતાની સંડોવણીને કારણે આ મામલે ભાજપ પોતાનો પ્રચાર તેજ કરી શકે છે. અને આજ અંતર્ગત તે કહી રહી છે કે સપાની સરકાર આવશે તો ગુંડાગીરી વધશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU