Home Uncategorized એક પછી એક 14 છોડી મિસાઈલ; પુતિનની સેનાએ ક્રેમેનચુકના શોપિંગ મોલ પર...

એક પછી એક 14 છોડી મિસાઈલ; પુતિનની સેનાએ ક્રેમેનચુકના શોપિંગ મોલ પર છોડી મિસાઈલ; વિદેશી દેવું ચૂકવવાની ડેડલાઈન ચૂક્યું રશિયા, જુઓ Video

https://youtu.be/564_5MIjL9g

Face Of Nation 28-06-2022 : રશિયા-યુક્રેન જંગને 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હુમલાઓ હજુ યથાવત છે. જર્મનીમાં મળનારી G-7 સમિટ પહેલા રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર એક પછી એક લગભગ 14 મિસાઈલ છોડી હતી. રશિયાએ સેન્ટ્રલ યુક્રેનની બહાર ક્રેમેનચુકના એક મોલ પર પણ મિસાઈલ છોડી. હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 20 લોકો ઘાયલ છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, હુમલા સમયે ક્રેમેનચુક મોલમાં 1000થી વધુ લોકો હતા. તો બીજીતરફ કીવના મેયર ક્લિત્સ્ચકોએ જણાવ્યું કે, આ હુમલામાં એકનું મોત થયું છે, જ્યારે લગભગ 6 લોકો ઘાયલ થયા છે. જેમાં એક સાત વર્ષની બાળકી અને તેની મા સામેલ છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 1918 પછી પહેલી વખત વિદેશી દેવું ચુકવવાની સમય મર્યાદાથી રશિયા ચૂક્યું છે.
કીવના શેવચેનકિવ્સ્કીની એક બિલ્ડિંગમાં ભીષણ આગ
રશિયાના હુમલાથી કીવના શેવચેનકિવ્સ્કી જિલ્લાની એક 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગના 7માં, 8માં અને 9માં માળ આંશિક રીતે નષ્ટ થઈ ગયો છે. 35 વર્ષની કતેરીના અને તેની 7વર્ષની દીકરી બિલ્ડિંગના કાટમાળમાં દબાઈ ગઈ છે.
બેલારુસમાં રશિયા સેના વધારી રહ્યું છે
યુક્રેનના રક્ષા મંત્રાલયે રવિવારે દાવો કર્યો કે રશિયા બેલારુસમાં પોતાના સૈન્ય દળને વધારી રહ્યું છે. જેના એક દિવસ પહેલાં શનિવારે યુક્રેને દાવો કર્યો કે શનિવારે પડોશી દેશ બેલારુસમાંથી પણ મોટા પ્રમાણમાં બોમ્બમારો થયો. અધિકારીઓનું કહેવું છે કે બેલારુસી હવાઈ ક્ષેત્રથી 40થી વધુ મિસાઈલ છોડવામાં આવી. જેમાંથી મોટા ભાગની મિસાઈલ સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવીને છોડવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).