Face Of Nation:કોહિનૂર સીટીએનએલના આઈએલ ફંડ એફએસ કનેક્શનની તપાસ માટે ઈડીના સમન બાદ એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેને ગુરુવારે સવારે 11 વાગ્યે મુંબઈ સ્થિત ઓફિસ ખાતે પહોંચી ગયા છે. થોડીક જ ક્ષણોમાં ઈડીના અધિકારીઓ તેમની પુછપરછ શરૂ કરશે. તેમની પાર્ટીના કાર્યકર્તાઓ મુંબઈ અને થાણેમાં પ્રદર્શન કરી રહ્યા છે. મુંબઈમાં ઈડી ઓફિસની બહાર પ્રદર્શન કરવા પહોંચેલા મહારાષ્ટ્ર નવનિર્માણ(મનસે) સેનાના નેતા સંદીપ દેશપાંડેની ધરપકડ કરવામાં આવી છે.
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે કહ્યું હતું કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મોકલેલા સમન્સનું સન્માન કરશે. આ દરમિયાન તેમણે પોતાના સમર્થકોને શાંત રહેવાની અપીલ પણ કરી હતી. આ મુદ્દે પોતાની પહેલી પ્રતિક્રિયામાં, ઠાકરેએ એમએનએસના તમામ કાર્યકરોને સંબોધતા એક સહી કરેલા નિવેદનમાં કહ્યું હતું કે માર્ચ 2006 માં પાર્ટીની શરૂઆતથી તેમના અને કાર્યકરો વિરુદ્ધ અસંખ્ય કેસ દાખલ કરવામાં આવ્યા છે.દક્ષિણ મુંબઈમાં આવેલી ઈડીની ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસબળને તહેનાત કરાયા છે. મુંબઈના એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશન, દાદર પોલીસ સ્ટેશન અને મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનની હદ સુધી કલમ 144 લાગુ કરાઈ છે. સાથે જ પથ્થરમારાની આશંકાને ધ્યાનમાં રાખતા બસોમાં જાળી લગાવાઈ દેવાઈ છે. રાજ ઠાકરેએ પણ કાર્યકર્તાઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે.રાજના સમર્થનમાં ઉદ્ધવ ઠાકરે આવ્યાઃ આ પુછપરછના ઠીક પહેલા બુધવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના સમર્થન કરતા જોવા મળ્યા હતા. ઉદ્ધવે બુધવારે કહ્યું કે, મને નથી લાગતું કે કાલે કરેલી પુછપરછમાં કંઈ સામે આવશે. જેથી આપણે એક બે દિવસ રાહ જોવી જોઈએ.