Home News સુરતમાં મોબ લિન્ચિંગના વિરોધમાં યોજાયેલી રેલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું ,જો...

સુરતમાં મોબ લિન્ચિંગના વિરોધમાં યોજાયેલી રેલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું ,જો કે હાલ સ્થિતી કાબુમાં

Face Of Nation:સુરતમાં મોબ લિન્ચિંગના વિરોધમાં યોજાયેલી રેલીમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જો કે સમગ્ર મામલે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે રેલી યોજવા માટે મંજૂરી આપવામાં આવી હતી છતા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કામગીરી કરી છે.

સુરતની ઘટના મામલે ગૃહમંત્રાલય એલર્ટ પર હોવાનું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું કે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ઝડપથી મામલો થાળે પાડવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર છે અને ટોળા વિરુદ્ધ ગુનો નોંધવા આપી સૂચના પણ આપવામાં આવી છે.

તો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની ઘટના અંગે જણાવ્યું કે કાયદો વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો કાબુમાં છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ચોકબજાર પાસે મોબલિન્ચિંગનો વિરોધ કરવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.