Home Religion ત્રિપલ અકસ્માત; મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહનોમાં...

ત્રિપલ અકસ્માત; મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહનોમાં આગ, 6ના મોતની આશંકા, 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ!

Face Of Nation 21-05-2022 : મોડાસા પાસે આવેલા આલમપુર ગામ નજીક બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં અંદાજે 6 જેટલા લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે મોડાસા-નડીયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. જે બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ આગના બનાવથી 6 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો
હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).