Face Of Nation 25-02-2022 : યુક્રેનમાં રશીયાએ હુમલો કરી દીધા વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને ભારતને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કે ભારત કોના પક્ષમાં છે તે એક ગંભીર મુદ્દો બન્યો છે. મોટા ભાગના દેશો રશિયાની હાલ નિંદા કરી રહ્યા છે. પરંતુ ભારત આ મામલે રશિયા સામે હજું કશું નથી બોલ્યું. જેથી આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સામે પણ સવાલો કરવામાં આવ્યા છે. જો બાયડને આ મામલે જણાવ્યું કે યુક્રેન પર જે સંકટ આવ્યું છે, તેને લઈને અમેરિકા ભારત સાથે પણ વાત કરશે. વાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પત્રકારો દ્વારા બાયડનને સવાલ કરવામાં આવ્યો હતો કે, રશિયા જે હુમલો કર્યો છે તેને લઈને ભારત અમેરિકા સાથે છે? ત્યારે જો બાયડને એવો જવાબ આપ્યો કે આ મામલે અમે ભારત સાથે વિચાર વિમર્શ કરીશું.
અમેરિકા ભારતના પૂર્ણ સમર્થનની માગ કરે છે
આપને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ વિભાગ, વિદેશ વિભાગ અને અમેરિકી સુરક્ષા પરિષદથી લઈને વિભિન્ન સ્તરો પર બાયડન પ્રશાસન યુક્રેન સંકટ પર ભારતના પૂર્ણ સમર્થનની માગ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ પુતિન સાથે પણ કરી હતી વાત
ઉલ્લેખનીય છે, અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર બંનેએ યુક્રેન સંકટ પર વાતચીત કરી હતી. જેમા અમેરિકાના વિદેશ મંત્રીએ આ હુમલાને લઈને કડક નિંદા કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વાત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).