Home Uncategorized ચૂંટણીના પરીણામો પહેલા નરેન્દ્ર મોદી કેદારનાથ અને અમિત શાહ સોમનાથના શરણે

ચૂંટણીના પરીણામો પહેલા નરેન્દ્ર મોદી કેદારનાથ અને અમિત શાહ સોમનાથના શરણે

Face Of Nation, Gandhinagar : લોકસભાની ચૂંટણીના પરીણામો અગાઉ નરેન્દ્ર મોદી કેદારનાથ અને અમિત શાહ સોમનાથના શરણે પહોંચ્યા છે. ગઈકાલે પત્રકાર પરીષદ સંબોધ્યા બાદ આજથી મોદી અને શાહ ભગવાન ભોળાનાથના શરણે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ જવાના છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને અહીં વિકાસકાર્યોના પ્રોજેક્ટનો પણ રિવ્યૂ કર્યો હતો. વડાપ્રધાન આજે અહીં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ કરશે. વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. પીએમઓ કાર્યાલય તરફથી વડાપ્રધાન મોદીના શનિવાર-રવિવારના કેદારનાથ-બદ્રીનાથના કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત મળે તે માટે બંને દિગ્ગજો હાલ બાબા ભોલેનાથના શરણે છે. ત્યારે શું બાબના આશીર્વાદથી ભાજપ પોતાનું કમળ ખીલવશે કે કેમ એ તો 23 મેના રોજ જ ખબર પડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. અમિત શાહ સોમનાથ મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પણ અમિત શાહ હાજરી આપશે. મહત્વનું છે કે,અમિત શાહે રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 19મી એ યોજાવાનું છે, જેને લઈને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે.

 

પાણી માટે રઝળપાટ : અમદાવાદના સોલા વિસ્તારની આ તસ્વીર વિકાસની વરવી વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે