Face Of Nation 02-05-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ હોટેલ એડલોન કેમ્પિન્સકી ખાતે ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. કેટલાક લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. બાળકો સાથે મોદી હળવા મૂડમાં નજરે આવ્યા હતા. કેટલાક બાળકોએ તેમને વિવિધ ચિત્રો બતાવી ખુશ કર્યા હતા. પ્રધાનમંત્રી ટૂંક સમયમાં જ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે 6ઠ્ઠી ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન (IGC)માં હાજરી આપશે ત્યારબાદ સાંજે તેઓ બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.તો બીજીતરફ ત્રીજી મેના રોજ ઈન્ડો-નોર્ડિક કોન્ફરન્સમાં ભાગ લેશે, ત્યાર બાદ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ભારતીયોને પણ સંબોધમ કરશે. આ સિવાય પ્રધાનમંત્રી મોદી 25 વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. છેલ્લે, પ્રધાનમંત્રી મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. આ વર્ષે પ્રધાનમંત્રીની આ પ્રથમ વિદેશયાત્રા છે.
મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે
PMO તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં પ્રધાનમંત્રીની આ મુલાકાત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ઓમાં કહેવામાં આવ્યું છે કે ભારત-જર્મની રાજદ્વારી સંબંધોને 2021માં 70 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે વર્ષ 2000થી સ્ટ્રેટેજિક પાર્ટનર પણ છીએ. હું ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરીશ. જર્મન ચાન્સેલર અને હું અમારા ઉદ્યોગ સહયોગ માટે બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગને પણ સંબોધન કરીશું. યુરોપ ખંડ ભારતીય મૂળના 10 લાખથી વધુ લોકોનું ઘર છે. એમાંથી મોટી સંખ્યામાં જર્મનીમાં રહે છે. પ્રધાનમંત્રી મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.
ડેનમાર્કમાં નોર્ડિક શિખર સમિટમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી મોદી ત્રીજી મેના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચશે. અહીં તેઓ 3 અને 4 મેના રોજ વડાપ્રધાન મેટ ફ્રેડરિકસન સાથે દ્વિપક્ષીય કાર્યક્રમ અને બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે. આ સાથે આર્થિક સુધારા, ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized જર્મની, ફ્રાન્સ, ડેનમાર્કના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી : બર્લિનમાં મોદીનું કરાયું ભવ્ય...