Home News પદ્મ એવોર્ડ્સ 2022 : 126 વર્ષના સ્વામી શિવાનંદ, ઉઘાડા પગે પદ્મશ્રી એવોર્ડ...

પદ્મ એવોર્ડ્સ 2022 : 126 વર્ષના સ્વામી શિવાનંદ, ઉઘાડા પગે પદ્મશ્રી એવોર્ડ લેવા પહોંચ્યા

Face Of Nation 21-03-2022 : વારાણસીના 126 વર્ષના સ્વામી શિવાનંદ, ઉઘાડા પગે પદ્મશ્રી એવોર્ડ લેવા પહોંચ્યા. પરંતુ વાતાવરણ ત્યારે ભાવુક થઈ ગયું જ્યારે શિવાનંદ એવોર્ડ લેતાં પહેલા પ્રધાનમંત્રી મોદીને નમસ્કાર કરવા ઘુંટણ પર બેસી ગયા. શિવાનંદનો આ ભાવ જોઈને PM મોદી પણ પોતાની ખુરશી પરથી ઉઠીને શિવાનંદના સન્માન ઝુક્યા હતા. સ્વામી શિવાનંદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સામે પણ ગોઠણ પર બેસી ગયા. ત્યારે રાષ્ટ્રપતિ કોવિંદે તેમને ઝુકીને ઉઠાવ્યા. સ્વામી શિવાનંદને ભારતીય જીવન પદ્ધતિ અને યોગના ક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં 126 વર્ષના સ્વામીએ પોતાની ફિટનેસથી બધાંને ચોંકાવી દીધા.
“બાબા શિવાનંદની ચમત્કારિક યાત્રા”
બાબા શિવાનંદનું જીવન કોઈ ચમત્કારથી ઓછું નથી. 1896માં જન્મેલા બાબા શિવાનંદ બંગાળથી કાશી પહોંચ્યા. ગુરુ ઓંકારાનંદથી શિક્ષણ લીધા બાદ તેઓ યોગ અને ધર્મના મોટા પ્રકાંડ પુરુષ સાબિત થયા. 6 વર્ષની ઉંમરમાં બહેન, માતા અને પિતાનું નિધન એક મહિનામાં જ થઈ ગયું. તેમને મોહવશ માતા-પિતાને મુખાગ્નિ આપવાનો ઈન્કાર કરી દીધો. કર્મકાંડીઓના જોરદાર વિરોધ બાદ તેઓએ ચરણાગ્નિ આપી હતી. 1925માં તેમના ગુરુએ તેમને વિશ્વ ભ્રમણના નિર્દેશ આપ્યા. 29 વર્ષના શિવા લંડન ગયા અને સતત 34 વર્ષ સુધી ભ્રમણ કરતા રહ્યાં. અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવાં દેશોની યાત્રાએથી જ્યારે તેઓ સ્વદેશ પરત ફર્યા ત્યારે ભારત પોતાનો 9મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો હતો. બાબા આજે પણ બ્રહ્મચર્યના નિયમનું પાલન કરે છે. બાફેલું ભોજન અને શાકભાજી જ ખાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).