Home Uncategorized મોદી-બાઇડેન બેઠક: PM મોદીએ યુક્રેન અંગે ચિંતા વ્યક્ત કરી; તો જો બાઈડેને...

મોદી-બાઇડેન બેઠક: PM મોદીએ યુક્રેન અંગે ચિંતા વ્યક્ત કરી; તો જો બાઈડેને મોદીને કહ્યું-24મી મેનાં રોજ “ક્વાડ સમિટ”માં તમને મળવા માંગુ છું!

Face Of Nation 11-04-2022 : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે સોમવારે મોડી સાંજે વર્ચ્યુઅલ બેઠક મળી. બેઠકમાં બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ, કોરોના મહામારી સહિત તમામ મુદ્દે ચર્ચા કરી. સાથે જ 24મી મેનાં રોજ ક્વાડ (QUAD) સમિટમાં પ્રધાનમંત્રી મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મોદીએ બાઇડેનને કહ્યું- મને તમારી તે વાત યાદ આવે છે, જ્યારે તમે કહ્યું હતું કે, લોકતંત્રથી જ મુશ્કેલીમાં રસ્તો મળે છે. હું યુક્રેનમાં માનવીય સંકટને લઈને ઘણો જ ચિંતિત છું. અમે યુક્રેનને શક્ય એટલી મદદ કરી રહ્યાં છીએ.
મોદીએ કહ્યું- રશિયા અને યુક્રેન વાતચીત કરે
મોદીએ બાઇડેનને કહ્યું- આજે આપણી વાતચીત એવા સમયે થઈ રહી છે, જ્યારે યુક્રેનમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. થોડાં સપ્તાહ પહેલા અમે અમારા 20 હજાર નાગરિકને ત્યાંથી કાઢ્યા. મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. હું યુક્રેન અને રશિયાના પ્રેસિડેન્ટ સાથે અનેક વખત વાતચીત કરી છે. મેં પુતિનને કહ્યું છે કે તેઓ સીધા યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરે. અમારી સંસદમાં યુક્રેન મુદ્દે ઘણી ચર્ચા થઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).