Home Uncategorized દુનિયા સામે મોટી બડાઈઓ મારતા મોદી પત્રકારોના સવાલોનો સામનો કેમ નથી કરી...

દુનિયા સામે મોટી બડાઈઓ મારતા મોદી પત્રકારોના સવાલોનો સામનો કેમ નથી કરી શકતા ?

Face Of Nation, Gandhinagar : દેશ કે દૂનિયામાં જ્યાં જાય ત્યાં મોટા મોટા ભાષણો કરીને પોતાને પ્રજા આગળ ઈમ્પ્રેસ કરવાના પ્રયાસો કરતા નેતા પત્રકારોના સવાલથી કેમ દૂર ભાગે છે તે એક મોટો સવાલ છે. નરેન્દ્ર મોદીએ હંમેશા તેમની જરૂરિયાત મુજબ જ મીડિયાનો ઉપયોગ કર્યો છે અને મીડિયા ઉપયોગી પણ બન્યું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. પત્રકાર પરીષદ સામાન્ય રીતે એવા સંજોગોમાં બોલાવાય છે કે જયારે પત્રકાર પરીષદ સંબોધનારની એવી કોઈ જાહેરાત કે રજુઆત હોય જેને લોકો સુધી પહોંચાડવામાં આવે અને તે જાહેરાત કે રજુઆત સંદર્ભે પત્રકારો દ્વારા સામે પ્રશ્નો કરીને જવાબ મેળવીને તેને યોગ્યરૂપમાં સમાચારના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પોતાની રજૂઆતો કરવા પત્રકાર પરીષદ સંબોધતા હોય છે અને દરેકે પત્રકારોના સવાલોનો સામનો કરવો પડતો હોય છે પરંતુ ભાજપના નેતાઓ હવે મોદી પાસેથી શીખી ગયા છે કે, આપડે જેટલું બોલવું હોય એટલું બોલીને પત્રકાર પરીષદ પુરી કરી દેવાની, પત્રકારો ભલે ગમે તેટલા પ્રશ્નો પૂછતાં હોય તેના જવાબ આપવાના નહીં.
નરેન્દ્ર મોદી પોતાને બહાદુર નેતા ગણાવે છે જયારે અમિત શાહ પોતાને રાજકારણના ચાણક્ય ગણાવે છે. છતાં આ બંને નેતાઓ સહીત ભાજપના મોટાભાગના નેતાઓ પત્રકારોના સવાલોથી અળગા રહે છે. ઘણીવાર જાહેર થયું છે કે, મોદી અને શાહના ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલો પહેલેથી જ નક્કી હોય છે. પ્રજાને એવું લાગે છે કે કેટલીક ચેનલોમાં ચાલી રહેલા ઇન્ટરવ્યૂમાં પત્રકારો દ્વારા અઘરા સવાલો પુછાય છે અને મોદી કે શાહ તેનો સામનો કરે છે પરંતુ હકીકત એવી હોય છે કે એ અઘરા સવાલોમાં પણ મોદી અને શાહની પ્રજામાં વાહવાહી રહેલી હોય છે. મોદી કે શાહ ક્યારેય એવા સવાલોના જવાબો નથી આપતા કે જેમાં તેઓની ઇમેજ ખરડાતી હોય. એનડીટીવી એક એવી ન્યુઝ ચેનલ છે કે જે હંમેશા પ્રજાના હીતની વાત રજૂ કરે છે અને ધારધાર પત્રકારત્વ કરીને પોતાની જવાબદારી નિભાવે છે. જો કે નરેન્દ્ર મોદી આ ચેનલને ઈન્ટવ્યુ આપી શકતા નથી. મોદી આ ચેનલથી સતત એક ડિસ્ટન્સ રાખે છે, અને આ ચેનલને ઇન્ટરવ્યૂ પણ આપતા નથી. અનેક સવાલો અને મુદ્દાઓ આજે એવા છે કે જેનો સામનો નરેન્દ્ર મોદી કે અમિત શાહ કરી શકે તેમ નથી જ. જો કે પત્રકારો હમેશા તેમના સવાલોના જવાબ ન મળે છતાં મોદી-શાહ અને ભાજપની પત્રકાર પરીષદનું કવરેજ કરવા પહોંચી જાય છે જેનું મુખ્ય કારણ મીડિયા હાઉસોને મળતી લાખ્ખો કરોડો રૂપિયાની જાહેરાત છે.

ચૂંટણીના પરીણામો પહેલા નરેન્દ્ર મોદી કેદારનાથ અને અમિત શાહ સોમનાથના શરણે

ચૂંટણીના પરીણામો પહેલા નરેન્દ્ર મોદી કેદારનાથ અને અમિત શાહ સોમનાથના શરણે