https://youtu.be/f_uMcdg0J2M
Face Of Nation 05-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીના અગ્રણી નાગરિકો સાથે વાર્તાલાપ કર્યો હતો. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી કહ્યું કે, ઉત્તર પ્રદેશ સ્થિરતા ઈચ્છે છે અને તે ભારતના આર્થિક પરિવર્તનનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, મને 20 વર્ષ સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનું સન્માન મળ્યું છે. મારા પરિવારમાંથી એક પણ વ્યક્તિ રાજકારણમાં નથી. તેમણે કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશને ભારતનું આર્થિક પ્રેરક બળ બનાવીશું,” પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વાર્તાલાપ દરમિયાન વારાણસીના લગભગ 200 અગ્રણી નાગરિકો હાજર હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).