Face Of Nation, 05-10-2021: મોદી સરકારે રોડ અકસ્માતમાં ઘાયલ લોકોના જીવ બચાવવા માટે મોટી પહેલ કરી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રોડ અકસ્માતમાં પીડિતને ગંભીર ઈજા થયાના એક કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને પાંચ હજાર રૂપિયા કેશ આપવાની વાત કરી છે. આ જાણકારી સોમવારે મંત્રાલયે આપી.
આ માટે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રધાન સચિવો અને પરિવહન સચિવોને પત્ર લખ્યો. આ પત્રમાં મંત્રાલયે કહ્યું કે આ યોજના 15 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2026 સુધી પ્રભાવી રહેશે.
Ministry of Road Transport and Highways says it has launched scheme for 'Good Samaritans' under which cash award of Rs 5,000 will be given to those who save the life of a road accident victim by rushing him/her to hospital within 'golden hour' of mishap
— Press Trust of India (@PTI_News) October 4, 2021
મંત્રાલયે સોમવારે ‘નેક મદદગારને પુરસ્કાર આપવાની યોજના’ માટે દિશાનિર્દેશ બહાર પાડ્યા. મંત્રાલયે કહ્યું કે આ યોજનાનો હેતુ ઈમરજન્સી સ્થિતિમાં રોડ દુર્ઘટના પીડિતોની મદદ કરવા માટે નાગરિકોને પ્રેરિત કરવાનો છે. કેશ પુરસ્કારની સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ પુરસ્કાર ઉપરાંત રાષ્ટ્રીય સ્તર પર 10 સૌથી નેક મદદગારોને એક એક લાખ રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં દર વર્ષે લગભઘ 5 લાખ રોડ અકસ્માતની દુર્ઘટનાઓ ઘટે છે. જેમાં લગભગ 1.5 લાખ લોકો માર્યા જાય છે. જ્યારે લગભગ 4.5 લાખથી વધુ લોકો રોડ પર અકસ્માતનો ભોગ બને છે. રોડ અકસ્માતમાં મૃત્યુ પામાનારાઓની સંખ્યા અંગે સરકાર ખુબ ચિંતિત છે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તમામ સ્ટેક હોલ્ડર્સને રોડ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે યોગ્ય પગલાં લેવાનું કહ્યું છે. જ્યારે 2025 સુધીમાં રોડ અકસ્માતમાં થનારા મોતમાં 50 ટકાનો ઘટાડો થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રોડ અકસ્માતોમાં થનારા મોતનું કારણ ખતરનાક સ્થિતિ બની રહી છે અને ભારત રોડ અકસ્માત મામલે પહેલા સ્થાન, અમેરિકા અને ચીનથી આગળ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)