Home Uncategorized કાબુલમાં બ્લાસ્ટ બાદ મોદી સરકારનું નિવેદન, અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરીકોને બહાર કાઢવાની કરી...

કાબુલમાં બ્લાસ્ટ બાદ મોદી સરકારનું નિવેદન, અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરીકોને બહાર કાઢવાની કરી વાત 

Face Of Nation, 27-08-2021: અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કરી લીધા બાદ પરિસ્થિતી હાલ ગંભીર થઈ ગઈ છે અને અમેરિકા સહિતના દેશો ત્યાથી તેમના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. આ મામલે  વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ કે દુશાંબથી 6 અલગ અલગ જગ્યાએ ઉડાન ભરવામાં આવી જેમા 550 જેટલા લોકેને બહાર કાઢવામાં આવ્યા છે. જેમા 260 જેટલા ભારતીય નાગરીકો હતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ-કોન્ફરસ્ન કરીને કહ્યું કે ભારત સરકારે અન્ય એજન્સિઓ દ્વારા પણ ભારતીય નાગરિકોને બહાર કાઢાવ્યા છે. સાથેજ તેમણે કહ્યું તે અમેરિકા અને તાજિકિસ્તાન જેવા દેશો સાથે પણ આપણા સંપર્કમાં છે. સમગ્ર મામલે વધુંમાં તેમણે એલવું પણ કણ કહ્યું હતું કે મોટાભાગના ભારતીયોને નીકાળી દેવામાં આવ્યા છે.
અરિંદમ બાગચીને જ્યારે એવો સવાલ પુછવામાં આવ્યો કે કેટલા લોકોને અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે તેમણે એવું કીધું કે તેનો આંકડો બદલાતો રહેતો હોય છે. સાથેજ તેમણે કહ્યું કે દેશ છોડવા માટે લોકોના અમને ફોન આવી રહ્યા છે.
વધુંમાં તેમમે કહ્યું કે અફઘાન નાગરિકોની સાથે સાતે અન્ય દેશના નાગરિકોને પણ તેઓ બહાર લાવવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું અમારુ ધ્યાન પહેલા ભારતીય નાગરીકો પર રહેશે પરંતું જે અફઘાનીઓ આપણાને સાથ આપી રહ્યા છે. તેમને પણ તેઓ સાથ આપશે.
ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટ પર જે બ્લાસ્ટ થયો તે મુદ્દે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ અફઘાનિસ્તાન પર સૌની નજર છે. જે બ્લાસ્ટ થયો છે તેના કારણે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશો ચિંતામાં મુકાઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)